મારા પિતા પ્રાણીસંગ્રહાલયના કોઈ જાનવર નથી, શા માટે પૂર્વ પ્રધાનમંત્રીની પુત્રીએ કેન્દ્રીય મંત્રી માંડવીયાને ઝાંટકી નાંખ્યા
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની પુત્રી દમન સિંહે તેણીના પિતાના સારવાર દરમયાનનો એક ફોટો મીડિયામાં આવતા જ તેના ઉપર પ્રતિક્રિયા આપી હતી. દમનસિંહે એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, મારા પિતા મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. તે મોટી ઉંમરના છે. કોઈ પ્રાણી સંગ્રહાલયના જાનવર નથી.
મનમોહનસિંહની દિલ્લીની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે તેના ખબર અંતર પુછવા માટે હોસ્પિટલે પહોંચ્યા હતાં. માંડવિયાએ આ મુલાકાતનો એક ફોટો સોશયલ મીડિયામાં શેર કર્યો હતો. તો કેટલાક વીડિયોમાં દેખાડવામાં આવી રહ્યું છે, જેમાં મનમોહનસિંહ પથારી ઉપર સુતા છે અને તેની પત્ની ગુરૂશરણ તેની પાસે ઉભી છે.
દમને આ અંગે કહ્યું કે, મારા પિતાની એઈમ્સમાં ડેન્ગ્યુની સારવાર ચાલી રહી છે. તેની તબીયત સ્થિર છે. પરંતુ તેની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી છે. અમને સંક્રમણના જોખમના કારણે આવનારા લોકો ઉપર મનાઈ ફરમાવી છે. સ્વાસ્થ્ય મંત્રીનું આવવું અને પોતાની ચિંતા બતાવવી સારી લાગી. પરંતુ મારા પિતા આ સમયે ફોટો પડાવવાની સ્થિતિમાં નથી. મારી માંએ ભારપુર્વક ફોટોગ્રાફરને બહાર જવા માટે કહ્યું છે. પરંતુ તેણે આ સુચનાને નજરઅંદાજ કરી. તેને લઈને તે ઘણી પરેશાન છે.
આ મામલે ડોક્ટર્સે કહ્યું કે, રોગીઓની પ્રાઈવસી બનાવી રાખવી તે નૈતિકતા છે. જેને મેડિકલ એજ્યુકેશન દરમયાન ભણાવવામાં આવે છે. ડોક્ટર્સ અને હોસ્પિટલવું આ દાયિત્વ છે કે રોગીઓની ગોપનિયતાની રક્ષા થાય. ફોરમ ફોર મેડિકલ એથિક્સ સોસાયટીના સદસ્યે કહ્યું જો પૂર્વ પ્રધાનમંત્રીનો ફોટો પરિવારની સહમતી વગર લેવામાં આવે તો તે નૈતિકતાનું ઉલ્લંઘન છે.
કેન્દ્રીય મંત્રી તરફથી શેર કરવામાં આવેલા ફોટોમાં લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. યુઝર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે મીડિયામાં સમાચાર બનવા માટે લોકો આવું કરી રહ્યાં છે જે નિંદનીય છે. આ પ્રકારના આક્રોશને જોતા માંડવીયાએ આ ફોટાને ડિલીટ કરી નાંખ્યો છે. તો અત્યારસુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે, ડોક્ટર્સ અને એઈમ્સના મેનેજમેન્ટે ફોટોગ્રાફરને અંદર કેવી રીતે જવા દીધો. તેનાથી પણ ચોંકાવનારી વાત તો એ છે કે, એઈમ્સના નિર્દેશક ગુલેરીયા પણ ત્યાં હાજર હતાં.