Sunday, January 26, 2025
HomeGujaratCentral Gujaratકાશ્મીરમાં થયેલી આતંકી અથડામણમાં ગુજરાતનો પુત્ર શહીદ,આખા ગામમાં માતમનો માહોલ

કાશ્મીરમાં થયેલી આતંકી અથડામણમાં ગુજરાતનો પુત્ર શહીદ,આખા ગામમાં માતમનો માહોલ

ગુજરાત જિલ્લાના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાના એવા વણઝારિયા ગામના આર્મીમાં ડ્યૂટી કરતા જવાને જમ્મૂ કાશ્મીરમાં શહાદત વહોરી છે. જેના કારણે નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. પાંચ વર્ષ પહેલા જ શહીદ થનાર જવાન આર્મીમાં જોડાયો હોવાનું જાણવા મળ્યું છે. મૂળ કપડવંજ તાલુકાના એવા વણઝારિયા ગામના રહેવાસી 25 વર્ષીય હરિશસિંહ રાધેસિંહ પરમાર જમ્મૂ કાશ્મીરમાં તૈનાત હતા.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

અહીંના મછાલ સેકટરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં હરિશસિંહ શહીદ થયા છે. એક રીપોર્ટમાંથી આ વાત જાણવા મળી છે. મા ભોમની રક્ષા કાજે જુવાન દીકરાએ શહાદત વહોરી હોવાની પરિવાર અને ગ્રામજનોને જાણ થતા આખા ગામમાં માતમનો માહોલ છે. પરિવારમાં માતાપિતા અને એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે હરિશસિંહ પરમારના નશ્વર દેહને વિમાન માર્ગે અમદાવાદ અને ત્યાંથી તેના વતનમાં લાવવામા આવે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW