દેશમાં છેલ્લા કેટલાક સમયમાં બનેલી બે ઘટનાએ સમગ્ર ઉત્તર ભારતમાં ચકચાર મચાવી દીધી છે. લખીમપુર ખીરી કેસ હજું ચાલી રહ્યો હતો ત્યાં સિંધુ બોર્ડર પર હત્યાનો બનાવ બન્યો. સિંધુ બોર્ડર પર ગુરૂ ગ્રંથ સાહેબના અપમાનના આરોપમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ હત્યાની જવાબદારી નિહંગ સિખ સરબજીતસિંહે લીધી છે. આ કેસમાં હવે ખેડૂત આંદોલન નેતાએ પોતાને આ કેસથી અલગ કરી દીધા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરોકિસામ મોરચાનું કહેવું છે કે, જે નિહંગ સમુહે હત્યાની જવાબદારી લીધી છે. કિસાન સંગઠનને એનાથી કોઈ લેવાદેવા નથી. 35 વર્ષના યુવકને બેરિકેટ સાથે બાંધી એનો એક હાથ અને પગ કાપનીને કણસતો મૂકી દેવામાં આવ્યો હતો. અંતે આ યુવાનનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો. આ કેસમાં દલિત સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે. આશરે 15 દલિત સંગઠનોએ આ કેસ જાતિ આયોગને સોંપી દીધો છે. આરોપીઓ સામે કડક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે. પંજાબના તરણતારણ જિલ્લાનો રહેવાસી લખબીરસિંહનો દેહ શુક્રવારે સિંઘુ બોર્ડર પર બેરિકેટ પણ લટકતો હતો.આ કેસમાં હવે રાજકીય રંગ લાગી રહ્યો છે. આ એ જ સ્થાન છે જ્યાં ખેડૂતો છેલ્લા દસ મહિનાથી આંદોલન કરી રહ્યા છે. કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ આયોગે આ કેસમાં હરિયાણા પોલીસ પાસે એક રીપોર્ટ માગ્યો છે. આ ઉપરાંત આરોપી સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ સાંપલાએ 24 કલાકમાં હરિયાણા પોલીસ પાસે પ્રાથમિક રિપોર્ટ માગ્યો છે. તમામ રાજકીય પક્ષોએ આ ઘટનાની નિંદા કરી છે.