મહારાષ્ટ્રના અહમદનગર, સાંગલી, બારામતી, બીડ, ઉસ્માનાબાદ અને તાસગાંવમાં નોંધપાત્ર કમોસમી વરસાદ થતાં માલની આવકો ઘટી છે. વાશીની જથ્થાબંધ બજારમાં 20 દિવસ અગાઉ રોજની આઠથી દસ ગાડી (પ્રત્યેક 100 ક્રેટ) અને પ્રત્યેક ક્રેટ 20 કિલોની આવક હતી તે ઘટીને હવે ચારથી પાંચ ગાડીની થઈ રહી છે. વરસાદને લીધે માલ પર પાણી પડતા માલ બગડેલો આવી રહ્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સિઝનના આરંભે દાડમનો પાક વરસાદમાં ધોવાઈ જતા માલની અછત સર્જાઈ હતી. ફરી વરસાદ થવાથી માલ ઓછો આવી રહ્યો છે. આ વર્ષે સીતાફળનો પાક સારો આવ્યો હતો. મોટા સીતાફળનો જુન્નર અને સાસવડનો માલ પૂરો થઈ ગયો છે. હવે બીડ અને સોલાપુરથી આવકો શરૂ થઈ છે. સ્થાનિક એપીએમસીમાં રોજની 10થી 15 ગાડી (પ્રત્યેક 100 કિલોની) માલ આવે છે. ભાવ કિલોએ રૂા. 10 વધીને રૂા. 20-80 થયા છે. આ વર્ષે પપૈયાનો પાક મોટો અને ફળ નાનું છે. પપૈયાનો માલ પણ હવે પૂરો થવામાં છે. મુંબઈમાં રોજની 10-15 ગાડી માલ આવે છે. પપૈયાની આવકો ઓછી થઈ રહી હોવાથી ભાવ કિલોએ રૂ. 10-15 હતા તે વધીને રૂ. 18થી 30 થયા છે. અહમદનગરમાં વરસાદ થવાથી જમરૂખમાં જીવાત પડી ગઈ છે. નાશિકના જમરૂખનો માલ સારો જીવાત વગરનો આવે છે. જમરૂખના ભાવ વિવિધ કદ અને ગુણવત્તા મુજબ કિલોએ રૂ. 15-60 જેવો આવે છે અને બેથી ચાર ગાડીની આવક થઈ રહી છે. એમ વાશી સ્થિત એપીએમસીના ફળોના વેપારીનું કહેવું છે.