જાલોર જિલ્લાના આહોરમાં શનિવારે બપોરે એક યુવકે એકતરફી પ્રેમના કારણે બસમાં યુવતી ઉપર ચાકુથી હુમલો કર્યો છે. મુસાફરોએ વચ્ચે પડીને બચાવ કરતા હુમલાખોરને ઝડપી લઈ યુવતીનું જીવન બચાવી લીધું. કોઈપણ રીતે યુવક ત્યાંથી ભાગી ગયો અને પાસે જ રહેલી હાઈટેન્શન લાઈનમાં 70 ફૂટ ઉંચા ટાવર ઉપર ચડી ગયો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તે યુવાનને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. યુવક-યુવતીને તે સ્થળે બોલાવવાની માંગ ઉપર અડગ રહ્યો છે. યુવતીના નહીં આવવા ઉપર તેની કુદીને ત્યાંથી આપઘાત કરવાની ધમકી પણ આપી છે.
જાણકારી પ્રમાણે હરજીના નિવાસી 30 વર્ષની યુવતી ઉમ્મેદપુરમાં બસમાં બેસીને ઘરે જઈ રહી હતી. બપોરે આશરે અઢી વાગ્યે માદડી નિવાસી અર્જુનસિંહ રાજપુરોહિત (ઉ.27)એ પચનાવાની પાસે બસને રોકાવી હતી. બસ ત્યાંથી ચાલતી થતાની સાથે જ યુવકે ખીસ્સામાંથી ચાકુ કાઢીને યુવતી ઉપર હુમલો કર્યો. જેના કારણે યુવતીને ઈજા પહોંચી. મુસાફરોએ હંગામો કરતા તેણે યુવતી ઉપર એરગનથી ફાયર કર્યું. યાત્રિકોએ વચ્ચે પડીને તેને પકડી લઈ ચાકુ અને એરગન છીનવી લીધી. બસ રોકાતા જ યુવક મુસાફરો પાસેથી પોતાને છોડાવવામાં સફળ રહ્યો. લોકોએ તેને પકડવા માટે તેની પાછળ ભાગ્યા. પરંતુ યુવક 70 ફુટ ઉંચા હાઈટેન્શન લાઈનના ટાવર ઉપર ચડી અને તાર ઉપર જઈને બેસી ગયો.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

સ્થળ ઉપર રહેલા લોકોએ આ અંગેની સુચના પોલીસને આપી દીધી. સુચના મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને વિજળી વિભાગને આ અંગેની જાણ કરીને લાઈટ બંધ કરાવવાની સુચના આપી દીધી. લોકોએ ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ પહોંચાડી હતી. બપોરે 3 વાગ્યે ટાવર ઉપર ચડેલા યુવાન અર્જુનને ઉતારવામાં પોલીસ અસફળ રહી. તે આ સ્થળે યુવતીને બોલાવવાની જીદ ઉપર અડગ રહ્યો. પોલીસે તપાસમાં પ્રથમદ્રષ્ટિએ સામે આવ્યું છે કે, યુવતી પરણેલી છે. આ સમગ્ર મામલો એક તરફી પ્રેમ પ્રસંગનો છે.