ગુજરાતથી અયોધ્યા તિર્થ યાત્રા ઉપપર જનારા આદિવાસીઓને સરકાર 5 હજાર રૂપિયાની આર્થિક મદદ કરશે. આ જાહેરાત આજે રાજ્યના પર્યટન મંત્રી પૂર્ણેશ મોદીએ કરી છે. એક ઓફિશિયલ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત સરકાર અયોધ્યામાં રામજન્મભૂમિ તિર્થ યાત્રા કરનારા દરેક આદિવાસીઓને 5 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પર્યટન મંત્રીનું કહેવું છે કે, આદિવાસી લોકો શબરી માતાના વંશજ છે. ભગવાન રામ 14 વર્ષના વનવાસ દરમયાન શબરી માતાને મળ્યાં હતાં. હવે તેના વંશજોને અયોધ્યા તિર્થ યાત્રા માટે આર્થિક મદદ કરવામાં આવશે.
ગુજરાતના પર્યટન મંત્રી પૂર્ણેશ મોદીએ આર્થિક મદદ આપવાની જાહેરાત શુક્રવારના રોજ આદિવાસી ડાંગ જિલ્લામાં કરી છે. સુબીર ગામમાં આવેલા શબરી ધામમાં તે લોકોને સંબોધિત કરી રહ્યાં હતાં. આ દરમયાન તેણે કહ્યું છે કે, આદિવાસીઓને આયોધ્યા તિર્થ યાત્રા માટે સરકાર 5 હજાર રૂપિયાની સહાયતા આપશે. તેણે કહ્યું છે કે, આ આર્થિક મદદ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન અને શ્રવણ તીર્થ યાત્રા માટે દેવામાં આવતી રકમની બરાબર જ છે.
જાહેરાતમાં જણાવ્યું હતું કે, દશેરાના સમારોહ દરમયાન પૂર્ણેશ મોદીએ કહ્યું કે, રાજ્ય સરકાર ડાંગના સાપુતારાથી નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એક પર્યટન સર્કીટનું નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામમનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભગવાન શ્રીરામ સૈકાઓની હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર રહ્યાં છે. શ્રદ્ધાળુ પહેલા પણ અયોધ્યા દર્શન માટે જતા હતા. પરંતુ તે સમયે રામ મંદિરનો કેસ કોર્ટમાં ચાલતો હતો અને ભગવાન રામ ટેંટમાં વિરાજમમાન હતા. પરંતુ હવે તેનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યાને એક પર્યટન સ્થળના રૂપમાં વિકસીત કરવામાં આવી રહ્યું છે. મંદિર નિર્માણનું કાર્ય પુર્ણ થયા બાદ દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળું ભગવાન રામના દર્શન માટે અયોધ્યા આવશે.
તો ગુજરાતના આદિવાસીઓ માટે પણ પ્રભુ શ્રીરામના દર્શન કરવું સરળ બનશે. યાત્રામાં આવનારો ખર્ચ હવે ગુજરાત સરકાર વહન કરશે. સરકાર દરેક આદિવાસીને તીર્થ યાત્રા માટે 5 હજાર રૂપિાયાની આર્થિક સહાયતા આપશે. તેનાથી સરળતાથી દર્શન માટે જઈ શકશે. ગુજરાતમાં પર્યટન મંત્રી આ યોજનાની જાહેરાત કરતા કહ્યું કે, આદિવાસી માતા શબરીના વંશજ છે અને માતા શબરી ભગવાન રામની પરમ ભક્ત હતી.