કોરોના વાયરસના લોકડાઉન બાદ લોકોમાં સાયકલ ચાલવવાનો ટ્રેન્ડ વધ્યો છે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા લોકો સાયકલ ચલાવવાનું પસંદ કરી રહ્યા છે. અમદાવાદ શહેરના શહેરના આંત્રપ્રિન્યોર ધિરલ મિસ્ત્રીએ બનાવેલી ગોલ્ડન ઇલેક્ટ્રિક સાઈકલ લેવા માટે પુણેથી ગોલ્ડન ગાઈઝ તરીકે દેશભરમાં જાણીતા થયેલા સની વાઘચુરે અને સંજય ગુર્જરે શહેરમાં સાયકલ ફેરવી હતી. આ ઇલેક્ટ્રિક સાઇકલમાં વાઈ ફાઈ, મ્યુઝિક પ્લેયર, ટ્રેકરની મોટી અને મહત્ત્વની સુવિધા છે જે 60 કિમીની દોડવાની શકવાની ક્ષમતા ધરાવે છે.
સની વાઘચુરેએ જણાવ્યું કે, અમે આ ગોલ્ડન સાઇકલનો ઉપયોગ અમારી જુદી જુદી ઈવેન્ટમાં કરીશું. જેથી વધુને વધુ લોકો સાયકલ ફેરવવા માટે પ્રેરાય. લોકોને સાઈકલિંગ કરવાનો મેસેજ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોરોનાકાળમાં લોકોને એ સમજાઈ ગયું છે કે ફીટ રહીશું તો લાઈફ ઈઝી બની રહેશે. અમે લોકોને સાઈકલિંગ કરવા પ્રેરણા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સાઇકલમાં ટાયર સિવાયનું બધું ગોલ્ડ પ્લેટેડ છે. 7 તોલા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને સાઈકલ માટે રૂ.7 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાઈકલમાં વાઇફાઇ, ટ્રેકર, મ્યુઝિક સિસ્ટમની સુવિધા છે.