Friday, April 18, 2025
HomeGujaratCentral Gujaratદશેરાના દિવસે શા માટે ખવાઈ છે જલેબી,ફાફળા: જાણો વૈજ્ઞાનિક તથ્યો સાથે ધાર્મિક...

દશેરાના દિવસે શા માટે ખવાઈ છે જલેબી,ફાફળા: જાણો વૈજ્ઞાનિક તથ્યો સાથે ધાર્મિક માન્યતાઓ

નવરાત્રીના નવ દિવસે માતાજીની આરાધના કર્યા બાદ દસમો દિવસ અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે જેટલું મહત્વ રામલીલા અને રાવણ દહનનું છે તેટલું મહત્વસૌરાષ્ટ્રમાં ફાફડા જલેબીનું છે. લોકોમાં વહેલી સવારે ફાફડા-જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ રહેતો હોય છે. ઘણા શોખીન તો આગલી રાતથી જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે. તાજા ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ, સાથે લાલ મરચા અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાંબી લાઈનમાં ઉભા રહી જાય છે. ત્યારે દશેરામાં જ ફાફડા-જલેબી ખાવાનો ક્રેઝ કેમ છે? અહીં જાણીએ દશેરાના દિવસે જલેબી-ફાફડા ખાવાની કેમ વર્ષોથી પરંપરા કેમ?

સામાન્ય રીતે દશેરા પર્વ સપ્ટેમ્બર-ઓકટોબરમાં આવતો હોય છે અને આ સમયગાળામાં બે ઋતુ ભેગી થાય છે. આ સમયે હવામાનમાં ફેરફાર થતો હોય છે. ઘણા લોકોને માઈગ્રેનની સમસ્યા રહેતી હોય છે. બે સિઝન ભેગી થવાથી શરીરમાં સિરોટોરિન નામનું તત્વ ઘટી જાય છે અને માઈગ્રેન થાય છે.ગરમાગરમ જલેબીમાં ટિરામાઈન નામનું તત્વ હોય છે જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કાબૂમાં રાખે છે. પરિણામે માઈગ્રેન થતું નથી તેવું હેલ્થ એક્સપર્ટના માને છે

આ સિવાય નવરાત્રિમાં ઉપવાસ કરવામાં આવતા હોવાથી શરીરમાં સુગરનું લેવલ ઘટી જાય છે. જલેબી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. દૂધ અને જલેબી સાથે ખાવાથી બ્લ્ડ સુગર નિયંત્રિત રહે છે. એક દિવસ દશેરાના દિવસે ફાફડા-જલેબી સાથે ખાવાથી માનસિક ખુશી મળી રહે છે.જો આ દિવસે વધારે ફાફડા-જલેબી વધારે ખવાઈ જાય તો બીજા દિવસે ઓછી કેલેરીવાળો ખોરાક ખાવો, પછી કસરત કરો જેથી બોડીમાં કેલેરી જળવાઈ રહે છે.

ભારતમાં કોઈ પણ વિધિ કે પરંપરા સાથે માન્યતા અને લોકવાયકા પણ જોડાયેલ છે . આવી જ એક માન્યતા દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાની છે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શાશકૌલી કહેવામાં આવતી હતી. જલેબીની વાત તો જાણી? હવે સવાલ થાય કે ફાફડા જ કેમ ખવાય છે સાથે.. કારણ એ છે કે જલેબી ખૂબ ગળી હોય છે, જલેબી ખૂબ ગળી હોય છે જે એકલી ખાઈ શકાતી નથી. ખાસ કરીને ગુજરાતમાં ગળ્યા સાથે ફરસાણ ખાવાની પરંપરા છે, વર્ષો પહેલા આ રીતે જલેબી સાથે ફાફડા ગોઠવાઈ ગયા. આ રીતે જ દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ અને તે હજી જળવાઈ રહી છે.

જલેબી સાથે ફાફડા ખાવાના બીજા પણ કારણ છે. કહેવાય છે કે હનુમાનજીને ચણાના લોટની વાનગી ખૂબ જ ભાવતી. જલેબી સાથે જ્યારે ફરસાણ ખાવાનુ શરૂ થયું ત્યારે હનુમાનજીના પ્રિય ચણાના લોટના ફાફડાનું અવતરણ થયુ. અન્ય માન્યતા એવી છે કે નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ બાદ ચણાના લોટની વાનગીથી જ પારણા થવા જોઈએ . એટલે પણ કહી શકાય છે કે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,152FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW