હિન્દુ પંચાગ મુજબ દુર્ગમાંનું વિસર્જન આસો માસની શુક્લ દશમીના દિવસે કરવામાં આવે છે. આજે શારદિય દુર્ગા વિસર્જન છે. નવરાત્રીમાં માં દુર્ગાના ૯ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.નવરાત્રીમાં માં નવદુર્ગાને ખુશ કરવા માટે ભક્તો ૯ દિવસ માતાનું વ્રત રાખે છે.શારદીય નવરાત્રીના અવસરમાં દુર્ગામાતાની પ્રતિમા પંડાલમાં સ્થાપિત કરવામાં આવે છે. અને પછી તેણે દશેરાના દિવસે વિર્સજન કરવામાં આવે છે. બંગાળમાં વિસર્જન બાદ મહિલાઓ સિંદુરથી રમે છે. તો ચાલો જાણીએ દુર્ગા મૂર્તિ વિસર્જનનું મહત્વ અને વિધિ
દુર્ગા વિસર્જન ઉત્સવ
એવી માન્યતા છે કે વિસર્જન બાદ અમાતા દુર્ગા એમના અધ્યાત્મિક નિવાસ કૈલાશ પર્વત પર પરત ફરી જાય છે. આં કારણસર માતાના ભક્તો માટે આ દિવસ અધ્યાત્મિક મહત્વનો છે.આ દિવસે અનેક લોકો તેઓના ઉપવાસના પારણા કરે છે.
દુર્ગા વિસર્જનના દિવસે ભક્તો માતાના માથા પર સિંદુર લગાવે છે અને તેની પૂજા કરી આરતી ઉતારે છે.ત્યારબાદ માતાની પ્રતિમાને સજાવે છે.અને ઝુલુસની સાથે વિસર્જન માટે નદી સુધી લઇ જવાય છે.
આ ઝુલુસમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ પરંપરાગત ગીતો સાથે નૃત્ય કરે છે.જોકે ચાલુ વર્ષે પારંપરિક નૃત્ય પર પ્રતિબંધ મુકાયો ભક્તો ઢોલની ધૂન પર નૃત્ય કરે છે.હાથમાં ધૂપ,અને નારિયેળનું ભૂસાથી ભરેલા માટીના પાત્રમાં ધુમાળા કરવામાં અને ઢાકીની તાલ પર લોગો પારંપરિક નૃત્યમાં સહભાગી બને છે.
સમગ્ર સંસાર પાંચ તત્વનું બનેલ છે તેવું માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કેવાયું છે કે જમીન,જલ,પવન, આકાશ અને અગ્નિ પાંચ તત્વો એટલે શરીર આકાશ જળ અગ્નિ અને વાયુ થી બનેલ છે.જળને પાંચ તત્વોમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે કેમ કે દરેક ગુણ દોષ ને પોતાનામાં વિલીન કરી લે છે પૂજામાં પણ પવિત્ર જળથી શુદ્ધિકરણ કરવામાં આવે છે હિન્દુ પુરાણમાં જળને બ્રહ્મ ,માનવામાં આવે છે. એવું પણ કેવાય છે કે સૃષ્ટિની શરૂઆતના પહેલા અને અંત બાદ પણ માત્ર જળ અને જળ હશે આ એક ચીર તત્વ છે
આજ કારણસર ત્રણ દેવનો વાસ પાણીમાં હોવાનું માનવામાં આવે છે આ જ કારણ છે કે પવિત્રીકરણ માટે જળનો પ્રયોગ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાની અનુસાર જળમાં દેવ પ્રતિમા ઓનો વિસર્જન કરવા પાછળ દેવી દેવતાઓ ની મૂર્તિ ભલે વિલીન થઇ જાય પણ મૃતિના પ્રાણ સીધા બ્રહ્મ લીન થઈ જાય છે.