બુધવારે જમ્મુ-કાશ્મીરમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક ભયાનક અને ખૂંખાર આતંકવાદીને ઠાર માર્યો હતો . માર્યા ગયેલ આતંકવાદીની ઓળખ જૈશના ટોચના કમાન્ડર શામ સોફી તરીકે થઈ છે. અવંતીપોરાના ત્રાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે .
પોલીસે જણાવ્યું કે સેના અને CRPFની સંયુક્ત ટીમેને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ચોક્કસ ઇનપુટ મળ્યા હતા.એ બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે . સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોની સંયુક્ત ટીમ તિલવાની વિસ્તારમાં શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી ત્યારે છુપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો . જેની જવાબી કાર્યવાહીમાં , સુરક્ષા દળોએ જૈશ ના ટોચના કમાન્ડર શામ સોફીને ઠાર કર્યો હતો . સુરક્ષા દળોએ તેમના સંયુક્ત ઓપરેશનમાં શોપિયાંમાં બે અલગ અલગ જગ્યાઓ પર થયેલા એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓને ફૂકી માર્યા હતા.
સોમવારે તુલરાન વિસ્તારમાં કેટલાક કલાકો સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા . રેકડી લગાવનાર વિરેન્દ્ર પાસવાનની હત્યામાં સામેલ ગાંદરબલનો રહેવાસી મુખ્તાર અહેમદ શાહ પણ ઠાર થયેલા ત્રણ આતંકવાદીઓમાં હતો . ફેરીપોરામાં અન્ય એક સંયુક્ત ઓપરેશનમાં , આતંકવાદીઓએ મંગળવારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ પર ભારે ગોળીબાર કર્યો , જેના પર સૈનિકોએ વળતો જવાબ આપ્યો અને ઓપરેશનમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા .