Saturday, January 25, 2025
HomeGujaratSaurashtra Kutchhમાછીમારનું રાતોરાત પલટાયું નસીબ એક માછલી એ બનાવી દીધો કરોડપતિ

માછીમારનું રાતોરાત પલટાયું નસીબ એક માછલી એ બનાવી દીધો કરોડપતિ

સોમનાથના પાસે આવેલા ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરના એક માછીમારની સ્થિતિ એક જ રાતમાં બદલી ગઈ છે.આ માછીમારને ઘોલ નામની અતિ કિંમતી માછલીનો જથ્થો મળી આવતા એ રાતોરાત કરોડપતિ બની ગયો છે. ઘોલ માછલીની આંતરરાષ્ટ્રીય ફિશ માર્કેટમાં ઊંચી કિંમત હોય છે. સૈયદ રાજપરાના માછીમારને ઘોલ માછલીના કુલ 2000 નંગ મળી આવ્યા છે.

સૈયદ રાજપરા ગામના બંદરનો એક માછીમાર ખલાસીઓ સાથે પ ફીશીગ બોટ લઇ માછીમારી ગયો હતો. જ્યાંથી એ આ કીમતી માછલી લઈને આવ્યો છે. દરમિયાન ત્રણેક દિવસ પહેલા ગુજરાતના દરિયામાં ખાડી વિસ્‍તારમાં આ ફીશીગ બોટ મચ્‍છી પકડવા માટે જાળ નાખવા કામ કરતા હતા. જેમાં રાત્રિના સમયે કિંમતી ઘોલ નામની પ્રજાતિની માછલીનો જથ્‍થો જાળમાં આવ્યો હતો. સંખ્‍યાબંઘ ઘોલ માછલી એક ફીશીગ બોટમાં રાખવી શકય ન હતી. માછીમારે તે જ વિસ્‍તારમાં માછીમારી કરી રહેલા પોતાના પરિચીતની અન્‍ય બે બોટને બોલાવી હતી.

બાદમાં પકડાયેલ સંખ્‍યાબંઘ ઘોલ માછલીઓને ત્રણેય બોટમાં રાખી સૈયદ રાજપરા બંદર પરત ફરી હતી. બંદરે પહોચ્‍યા બાદ ગણતરી હાથ ઘરતા અંદાજે 2 હજાર નંગ જેટલી ઘોલ માછલીનો જથ્થો પકડાયાનું સામે આવ્યું હતુ. પકડાયેલ માછલીના જથ્‍થાની બજાર કિંમત અંદાજે ત્રણેક કરોડ જેવી થતી હોવાનું જાણકારો પાસેથી જાણવા મળેલ છે. આમ માછીમારને જેકપોટ લાગતા રાતોરાત કરોડપતિ બની જતા ખુશખુશાલ થઇ ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW