મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ માટે વર્ષોથી કાર્યરત કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે વધુ એક પહેલ શરુ કરી છે. કોરોના સમયમાં જયારે મોરબીમાં લોકો મોંઘી દવા અને બેડ માટે રઝળપાટ કરતા હતા ત્યારે આ સંસ્થાના આગેવાનોનું હર્દય પીગળી ગયું હતું. સંસ્થાએ જે તે સમયે અલગ અલગ સ્થળે કોરોના સેન્ટર શરુ કરી લોકોની સારવાર કરી હતી તો ભવિષ્યમાં સસ્તા દરે લોકોને એક સ્થળે દવા અને જરૂરી ટેસ્ટીંગ થઈ શકે તેવી સુવિધા શરુ કરવાનું વિચાયું હતું.હવે આ વિચારને તેઓ સાર્થક કરવા જઈ રહ્યા છે.
કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નહિ નફા નહિ નુકશાન ધોરણે ઉમા મેડીકલ લેબોરેટરી એન્ડ કલીનીકઆગામી દશેરાના પર્વના રોજ શરુ કરશે. દરેક જ્ઞાતિના લોકોને એક સ્થળેથી લોકો એમબીબીએસ તબીબને બતાવી શકશે તેમજ તબીબ દ્વારા લખવામાં આવેલી બીમારીની દવા અને મેડીકલ સાધન પુરા પાડવા પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત અહિ બાળકો માટેની ચીજવસ્તુ કોસ્મેટિક આઈટમ રાહત દરે આપવામાં આવશે.