તા. 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ માટે સપ્ટેમ્બરમાં ભારતીય ટીમની જાહેરાત થઈ હતી. કોઈ ખેલાડી સામેલ થવા કે બહાર થવા કરતા મોટા સમાચાર ધોનીને લઈને હતા. મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઇન્ડિયાનો મેન્ટર બનાવાયો છે. આ માટે એ કેટલી ફી લઇ રહ્યો છે એની ચર્ચા છે.
બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે મીડિયા સાથેની વાતચીતમાં ધોનીના મહેનતાણા અંગે વાત કરી. જય શાહે કહ્યું કે, ‘એમએસ ધોની ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના મેન્ટોર તરીકે પોતાની સેવાઓ માટે કોઈ માનદ વેતન નથી લઈ રહ્યા.
મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધિકારી સંજીવ ગુપ્તાએ લોઢા સમિતિએ કરેલા સુધારાને ટાંકીને યાદ અપાવ્યું હતું કે, એક વ્યક્તિ બે પદ પર ન રહી શકે. ફરિયાદી અનુસાર ધોની આઈપીએલ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સનો કેપ્ટન છે અને હવે તેને મેન્ટોર બનાવવો નિયમોની વિરુદ્ધ છે. બીસીસીઆઈના બંધારણની કલમ 38 (4)નું ઉલ્લંઘન છે. પણ હવે એનો કોઈ અર્થ રહેતો નથી. ધોનીની આગેવાનીમાં ભારતે બે વર્લ્ડ કપ- 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વન-ડે વર્લ્ડ કપ જીત્યા છે.