Saturday, January 25, 2025
HomeGujaratઆને કહેવાય આસ્થા, 102 વર્ષના દાદી 352 કિમીની પદયાત્રાએ નીકળ્યા

આને કહેવાય આસ્થા, 102 વર્ષના દાદી 352 કિમીની પદયાત્રાએ નીકળ્યા

કચ્છના આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે બુધવાર સાંજથી ઘટસ્થાપન બાદ અશ્વિન નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ નોરતા પહેલા જ દર્શનાર્થીઓનું ઘોડાપૂર દર્શન કરવા ઉમટી પડ્યું છે.


ભુજથી માતાના મઢ તરફનો રસ્તો હાલ યાત્રાળુઓના જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યો છે. તંત્રએ આ માર્ગને નવરાત્રી સુધી એક માર્ગીય જાહેર કર્યો છે. મૂળ કોયલાણા અને હાલ જામનગરના લીલાબા ચાવડા જેઓ 102 વર્ષના છે. તેઓ છેક જામનગરથી માતાના મઢની 352 કિલોમીટર લાંબી પદયાત્રાએ નીકળ્યાં છે. સૌ ભક્ત બા ની આવી આસ્થાને સલામ કરી રહ્યા છે.
આ વર્ષે ભક્તો માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ગતવર્ષે કોરોનાના કારણે માતાના મઢનું ઐતિહાસિક મંદિર નવરાત્રિના સમયે બંધ હતું. માતાના ભક્તો મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે. જોકે, મા આશાપુરાના મંદિર સંકુલમાં શ્રીફળ, મોબાઈલ, કેમરા જેવી વસ્તુ લઈ જવા પર મનાઈ કરવામાં આવી છે.

દૂર દૂરથી પગપાળા, સાયકલ યાત્રા, મોટર સાયકલ અને વિવિધ ખાનગી વાહનો દ્વારા પહોંચી રહ્યા છે. દર વર્ષે યોજાતા સેવા કેમ્પ આ વખતે કોરોના સંકમણ વધુ ફેલાય તેની સાવચેતીના પગલે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો વરસાદ બાદ બનેલા ધૂળિયા માર્ગોથી જરૂર પરેશાની ઉભી થઇ છે, તેમ છતાં ભક્તોની સંખ્યા કે શ્રદ્ધામાં ઓટ આવી નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW