Thursday, April 17, 2025
HomeReligionએક એવું મંદિર જ્યાં માત્ર દર્શન કરવાથી પૂરી થાય છે મનોકામના

એક એવું મંદિર જ્યાં માત્ર દર્શન કરવાથી પૂરી થાય છે મનોકામના

દેશમાં હજારોની સંખ્યામાં માતાજીના નાના મોટા મંદિર આવેલા છે. દરેક મંદિર પાછળ અમુક રહસ્ય પણ છુપાયેલા હોય છે, મંદિરમાં આવતા ભક્તોની માત્ર દર્શન કરવાથી જ બધી ઈચ્છાઓ પુરી થતી હોય છે, તેવું એક આ મંદિર ભાવનગર જિલ્લાના રાજપરા ગામમાં ખોડિયાર માતાનું છે.

રાજપરા ગામમાં ખોડિયાર માતાના મંદિરમાં દર્શન કરવા માટે નોરતામાં ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. મંદિરમાં આવતા દરેક ભક્તોના જીવનમાં માતાજી સુખ અને શાંતિ ભરી દે છે. મંદિરમાં લાખોની સંખ્યામાં લોકો આવીને ધન્યતા અનુભવતા હોય છે. માતા ખોડિયાર બધા જ ભક્તો પર અમી કૃપા કરે છે. મંદિરમાં આવીને ભક્તો ખોડિયાર માતની આરાધના કરીને ખુબ જ ધન્યતા અનુભવતા હોય છે. આ મંદિરમાં રવિવાર તથા તહેવારોના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ખોડિયાર માતાના દર્શન કરવા માટે આવતા હોય છે.

મંદિરમાં આવીને ભક્તો માનતા પણ માનતા હોય છે.આથી ખોડિયાર માતાજીના મંદિરમાં જે ભક્તો આવે છે અને સાચા મનથી માતાજીની પૂજા આરાધના કરતા હોય છે તે બધા જ ભક્તોની ખોડિયાર માતાજી મનોકામના અને ઈચ્છાઓ પુરી કરતા હોય છે અને એમના જીવનમાં આવતી બધીજ તકલીફો દૂર કરતા હોય છે અને તેમનું જીવન ખુશીઓથી છલો છલ ભરી દેતા હોય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,022FollowersFollow
2,810SubscribersSubscribe

TRENDING NOW