આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અસરકારક કામગીરી કરનાર મુંબઈના NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પોતાના પર જાસુસીના આરોપ મૂક્યા છે. આ અંગેની ફરિયાદ તેમણે મહારાષ્ટ્રના DGPને કરી છે. જોકે, તેમણે આ મુદ્દે કોઈ પ્રકારની ટિપ્પણી કરી નથી. ગત વર્ષે જ સમીર વાનખેડેની NCBમાં ટ્રાંસફર કરી દેવામાં આવી હતી. અધિકારી એ કહ્યું કે મારી દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાંક દિવસોમાં ચોક્કસ પોલીસ કર્મચારીઓ પીછો કરી રહ્યા છે. કેટલાંક વ્યક્તિ સિવિલ કપડાં પહેરેલા હતા જે સતત એમનો પીછો કરી રહ્યા છે.

આ માટે કેટલાક સીસીટીવીના ફૂટેજ પણ ચેક કરી લેવામાં આવે. આ ઉપરાંત બીજા પણ કેટલાક પુરાવાઓ એમને રજૂ કર્યા છે. માત્ર મને જ નહીં મારી ટીમના બીજા કેટલાક વ્યક્તિઓને પણ સતત ટ્રેક કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2015માં સમીન વાનખેડેના માતાનું અવસાન થયું હતું. ત્યારથી તેઓ દરરોજ સ્મશાનમાં જાય છે. એવું જાણવા મળી રહ્યું છે કે, ઓશિવારા પોલીસે સ્મશાન સ્થળે જઈને સમીર વાનખેડેના સીસીટીવી ફૂટેજ લીધા છે. હાઈપ્રોફાઈલ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં સમીર વાનખેડે અને તેની ટીમ તપાસ કરી રહી છે. NCBની ટીમ પાસે હજું છ મહિનાનો સમય ચાર્જશીટ ફાઈલ કરવા માટે છે.
બીજી વખત એમને આ એક્સટેન્શન મળી રહ્યું છે. આ કેસને કારણે સમીર વાનખેડેનું એક્સટેન્શન વધુ છ મહિના વધારી દેવામાં આવ્યું છે. ગત વર્ષે બોલિવૂડમાં ડ્રગ્સ મામલે સુશાંત રાજપુતની મોત બાદ તપાસ હેતું એનું નામ ચર્ચામાં રહ્યું હતું. સમીર વાનખેડે ખરા અર્થમાં મહારાષ્ટ્રના ‘સિંઘમ’ મનાય છે. જેના નામથી બોલિવૂડના સેલિબ્રિટી પણ થથરે છે. મહારાષ્ટ્રમાં રહેતા સમીર વાનખેડે વર્ષ 2008ની બેચના IRS અધિકારી છે. IRS જોઈન કર્યા બાદ એમનું પહેલું પોસ્ટિંગ મુંબઈ એરપોર્ટ પર ડે.કસ્ટમ કમિશનર તરીકે થયું હતું. એમની આવડતને કારણે પછી તેમને આંધ્ર પ્રદેશ અને પછી દિલ્હી મોકલવામાં આવ્યા હતા. નશા અને ડ્રગ્સ સંબંધીત કેસના એમને નિષ્ણાંત માનવામાં આવે છે. સમીર વાનખેડેના નેતૃત્વમાં ગત બે વર્ષથી આશરે 17 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ઉપરાંત કેટલાક મોટા રેકેટનો પણ પર્દાફાશ થયો છે.