Saturday, January 25, 2025
HomeBussinessદેશનું વધુ એક એરપોર્ટ ખાનગી કંપનીઓના હવાલે,જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ અદાણીએ કર્યું હસ્તગત

દેશનું વધુ એક એરપોર્ટ ખાનગી કંપનીઓના હવાલે,જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ અદાણીએ કર્યું હસ્તગત

અદાણી ગ્રૂપ દેશના એવિએશન સેક્ટરમાં પોતાની પક્કડ વધુ મજબુત બનાવ્યું છે. દેશના ૬ એરપોર્ટ પર પોતાના હસ્તગત કર્યા બાદ હવે સાતમુ એરપોર્ટપણ આજે હસ્તગત કર્યું છે ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે જુલાઈ મહિનામાં જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનુ ટેકઓવર પૂરુ કર્યુ છે. અદાણી ગ્રૂપ છેલ્લા કેટલાક વર્ષોથી એવિએશન સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યુ છે. સરકારે અદાણી ગ્રૂપને 50 વર્ષ માટે આ એરપોર્ટ લીઝ પર આપ્યું છે. એરપોર્ટના ડાયરેક્ટર જે એસ બલહારાએ સોમવારે અદાણી જયપુર ઇન્ટરનેશનલ લિમિટેડના ચીફ એરપોર્ટ ઓફિસર વિષ્ણુ ઝાને એરપોર્ટની પ્રતિકાત્મક ચાવી સોંપી હતી. બલહારાએ કહ્યુ કે હવે જયપુર એરપોર્ટનુ ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ અદાણી ગ્રૂપ દ્વારા પીપીપી મોડલ પર કરવામાં આવશે.

દેશના પ્રમુખ એરપોર્ટનુ મેનેજમેન્ટ પ્રાઈવેટ હાથમાં આપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2019માં બિડિંગ મંગાવી હતી ત્યારે અદાણી ગ્રૂપે અમદાવાદ, લખનૌ, જયપુર, મેંગલોર, ગુવાહાટી અને તિરૂવનંતપુરમના એરપોર્ટનુ મેનેજમેન્ટ અને ઓપરેશન આપવાનો નિર્ણય થયો હતો. ગ્રૂપની 100% ભાગીદારી વાળી પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ GMR જેવા મોટા પ્લેયરને પછાડતા 50 વર્ષ માટે આ એરપોર્ટને ઑપરેટ કરવાનો કરાર પ્રાપ્ત કર્યો હતો. જે બાદ અદાણીએ મુંબઈ એરપોર્ટને સંચાલિત કરનારી કંપની GVK Group પાસેથી પણ તેમનો આ કારોબાર એટલે કે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) ખરીદી લીધુ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW