એક તરફ ડીઝલના વધી રહેલા ભાવના કારણે ખેતીમાં ટ્રેક્ટરનો ઉપયોગ મર્યાદિત કરવાની ફરજ પડી છે. ત્યારે અમરેલી જિલ્લાના બે યુવાનોએ ખેતરમાં થતા નાના મોટા કામ માટે બેટરીથી ચાલતું મિનિ ટ્રેક્ટર બનાવ્યા છે. ટ્રેક્ટરના પાર્ટ બહારથી લાવી એનું એસેમ્બલિંગ કર્યું છે. પીયુષ અને હિતેશે બનાવેલી ટ્રેક્ટર સમગ્ર અમરેલીમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
યુવાનોએ ટ્રેક્ટરની સાથે સાથે બેટરી સંચાલિત સાયકલ પણ બનાવી છે આ સાયકલ એક વખત ચાર્જ કર્યા બાદ ત્રણ કલાક સુધી દોડે છે. આ એક પેડલ સાયકલ છે. અમરેલીમાં પહેલી વખત બે યુવાનોએ એક નાનકડી કંપની બનાવી બેટરીથી ચાલતી સાયકલ તૈયાર કરી છે. આ સાથે મિની ટ્રેક્ટર પણ બનાવ્યું છે. સાયકલની ખાસ વાત એ છે કે તે કોઈ પણ પહાડી વિસ્તારમાં ચાલી શકે છે.
ટ્રેક્ટર પણ ખુબ મજબુત છે. આ નવા સાહસની નોંધ લઈને સહકારી ક્ષેત્રના અગ્રણી દીલીપ સંઘાણીએ બંને યુવાનોની સિદ્ધિને વખાણી છે. તેમણે કહ્યું કે, અમરેલીના આ બે યુવાનોએ દેશને એક નવી ભેટ આપી છે. ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહનનો ઉપયોગ વધશે એ હતુંથી સાયકલ તૈયાર કરી છે. ઈલેક્ટ્રોનિક્સ સાયકલ રૂ.12000થી શરૂ થાય છે જ્યારે મિની ટ્રેક્ટરનો ભાવ રૂ.4થી 5 લાખ રાખવામાં આવ્યો છે. બંને યુવાનોએ કંપની શરૂ કરતા અમરેલીના યુવાનોને પણ એક મોટી રોજગારી મળી રહેશે. ખેતરમાં ટ્રેક્ટર પણ એક મજબુતી સાથે કામ આપે છે. આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે, તે સરળ છે અને ખેતિમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.