સેનાના જવાનોને ઘેરી કર્યું અંધાધુધ ફાયરીંગ કરતા જેસીઓ અને ચાર જવાન થયા શહીદ
એક તરફ દેશ નવરાત્રી ઉજવણીમાં મશગુલ છે ત્યારે દેશના જવાનો દેશના સૌથી સવેદનશીલ એવા કાશ્મીરમાં આતંકીઓ સાથે લોહીની હોળીર્મ ખેલી રહ્યા છે. સોમવારે જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં જિલ્લાના વેરીનાગ વિસ્તારના ખાગુંડમાં આતંકીઓના હાજરીના ઈનપુટ મળતા સુરક્ષા દળોની ટીમ પહોચી ઘેરાબંધી કરી તેની શોધખોળ કરી હતી. આ દરમિયાન ધાક લગાવીને બેઠેલા આતંકીઓએ અંધાધુધ ફાયરીંગ શરુ કરી દીધા હતા બન્ને તરફી થયેલા ફાયરીંગની ઘટનામાં એક આતંકીને સ્થળ પર જ ઠાર કરી દેવાયો હતો. બીજી તરફ સામેથી થયેલ અંધાધુધ ફાયરીંગમાં સેનાના એક જેસીઓ અને ૪ જવાન શહીદ થયા હતા.

આ ઘટના બાદ સેનાની બીજી ટુકડીઓએ પણ અ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પહેલા અનંતનાગ જિલ્લામાં પણ સુરક્ષા દળ અને આતંકી વચ્ચે અથડામણ થઈ હતી જેમાં જવાનોએ એક આતંકીને ઠાર કરી દીધો હતો
આતંકીઓએ અહી પણ અચાનક ફાયરીંગ શરુ કરી દેતા અભિયાન અથડામણ માં પરિણમી હતી. સુરક્ષા બલોએ ગોળીબારીનો જડબાતોડ જવાબ આપી એક આતંકીને ઠાર કર્યો હતો. આ દરમિયાન એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયો હતો.
તાજેતરમાં કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કાશ્મીરમાં વસતા અલ્પસંખ્યક પર હુમલા કરી હત્યા નીપજાવી દેવાની ઘટના બાદ સેનાએ અલગ અલગ વિસ્તારમાં અભિયાન તેજ કરી દીધું છે. જમ્મુ કશ્મીર પોલીસે રવિવારે મહમદ શફી લોનની હત્યાના કાવતરામાં સામેલ ૪ શખ્સને ઝડપી લીધા હતા.