Sunday, January 26, 2025
HomeNationalદેશમાં અંધારપટ્ટના એંધાણ,કોલસાનો સ્ટોક તળીયે

દેશમાં અંધારપટ્ટના એંધાણ,કોલસાનો સ્ટોક તળીયે

એક બાજુ દેશમાં કોલસાની અછતના કારણે હાહાકાર મચી ગયો છે. અનેક પાવર પ્લાન્ટ બંધ થવાની તૈયારી પર આવી ગયા છે. મોટાભાગના શહેરોમાં વીજ કાપ થવાની શરૂઆત થઈ ચુકી છે. આવા મુશ્કેલીના સમયમાં મધ્યપ્રદેશમાં થર્મલ પાવર સ્ટેશન વીજ ઉત્પાદનમાં વધારે કોલસા નો ઉપયોગ કરે છે. આ ચોકાવનાર ખુલાસો થયો છે. વિશેષમાં કહેવાનું છે. વીજ ઉત્પાદન માટે એક યુનિટ બનવા માટે 620 ગ્રામ કોલસો જરુર પડે છે. જ્યારે આ સમય દરમિયાન અહીં એક યુનિટ વીજળી પેદા કરવા માટે 768 ગ્રામ કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે.

જરૂરિયાત કરતા વધુ માત્રામાં વપરાયો કોલસો


આ સ્થિતિ અંગે એક્સપર્ટ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.તે મુજ્બ 1 ઓકટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન થર્મલ પાવર સ્ટેશનોએ 88,000 મેટ્રિક ટન વધુ કોલસાનો ઉપયોગ કર્યો જેની કીમત લગભગ રુપીયા 30 કરોડ આસપાસ છે. મીડિયા અહેવાલો મુજબ આવનાર 9 દિવસોમાં સતપૂડા, શ્રીસિંગાજી,સંજય ગાંધી અને અમરકટક થર્મલ પાવર સ્ટેશનમાં કુલ ૪ લાખ મેટ્રિક ટન કોલસાનો ઉપયોગ કરી 5229 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.આ અંગે એવા પણ સવાલ ઉઠ્યા છે આ સમયગાળા દરમિયાન એક યુનિટ વીજળી ઉત્પાદન કરવા 768 ગ્રામ કોલસાનો વપરાશ થયો.જોકે 620 ગ્રામ કોલસાથી એક યુનિટ ઉત્પાદન આદર્શ ગણવામાં આવે છે.


ખરાબ ગુણવતા અંગેની પણ થઈ રહી છે ચર્ચા


શ્રી શિંગાજી થર્મલ પાવર પ્લાન્ટમાં હાલના દિવસોમાં એક યુનિટ વીજળી ઉત્પન્ન કરવા સૌથી વધુ 817 ગ્રામ કોલસાનો વપરાશ કરે છે.આ અંગે શ્રીંગાજી પ્લાન્ટના સીનીયર ઈજનેર કોલસાની ખરાબ ગુણવતાને જવાબદાર માને છે. તો એમપીની જેમ્કોના એક સીનીયર અધિકારીના મતે આ દિવસોના જે હાલત બન્યા છે તેમાં કોલસાની ક્વોલીટી ચેક કરવી પણ મુશ્કેલ બન્યું છે.અને જે મળે તેનાથી જ કામ ચલાવવાનું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW