રાજ્યના પાટનગર ગાંધીનગરના પેથાપુર ગૌશાળા પાસે તરછોડાયેલ બાળકના પિતાની રાજસ્થાનના કોટાથી પોલીસે ધરપકડ કરી છે. આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો હતો કે, બાળકનું નામ શિવાંશ છે. તેના પિતા સચિનની પત્ની તે બાળક નથી. ગાંધીનગર પોલીસ પિતાને રાજસ્થાનથી પરત ગુજરાત લાવી છે. પિતા સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લે સચિન વડોદરા નોકરી કરતો હોવાથી પોલીસે શંકા વ્યક્ત છે.
સચિનની પત્ની આરાધનાએ કહ્યું કે, તે સચિનની પ્રેમિકા વિશે કંઈ જાણતી નથી. હું જ્યારે કોટા ગઈ હતી ત્યારે મારે ગેરહાજરીમાં સચિને આ કામલીલા કરી હશે. પતિના પ્રેમસબંધ બાબતે કશુ જાણતી નથી. પોલીસ ટીમ સચીન સુધી પહોંચી ગઈ છે અને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. સચિન જ દીકરાને ગૌશાળામાં મૂકીને રાજસ્થાન ભાગ્યો હતો. સેન્ટ્રો કારમાંથી શિવાંશ નો બૂટ મળી આવ્યો હતો. એના પરથી વાત નક્કી થઈ હતી કે એનો બાપ સચીન જ છે. સચિન વડોદરાની ઓઝોન ઓવરસિઝ કંપનીમાં આસિ.મેનેજર તરીકે કામ કરતો હતો.
જ્યારે પત્ની જીઆઇડીસીમાં પોતાની કંપની ધરાવે છે. સચીન મૂળ ઉત્તર પ્રદેશનો છે. પણ ગાંધીનગરમાં ડી-35, સેક્ટર-26માં ગ્રીનસિટી સોસાયટી રહેતો હતો.
190થી વધુ પરિવારોએ દત્તક લેવાની તૈયારી દર્શાવી છે. ભાજપના મહિલા કોર્પોરેટર યશોદા બનીને આ બાળકને તેના માતાએ જેટલો પ્રેમના આપ્યો હતો.