આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શેરી ગરબા રમનારાઓને વરસાદનું વિઘ્ન નડશે. એ પછી ચોક્કસ વરસાદી માહોલ દુર થશે.
નવરાત્રી દરમિયાન શેરી ગરબામાં ખેલૈયાઓ મનમુકીને રમી શકશે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના રિપોર્ટ મુજબ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં આ વર્ષે નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં સરેરાશ કરતાં 130 ટકા વધુ વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતો બેહાલ થયા છે. અમદાવાદના વાતાવરણમાં એકાએક પલ્ટો આવવાની સાથે હળવો વરસાદ નોંધાયો હતો. આ પ્રકારનું વાતાવરણ આગામી તા. 11મી સુધી રહેવાની શકયતા છે.