શનિવાર તા.9/10/21 ના રોજ અમદાવાદના સોલા ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કારોબારીની બેઠક યોજવામાં આવી. જેમાં અધ્યક્ષ અતુલભાઈ પટેલ, મહામંત્રી અવિનાશભાઈ પ્રજાપતિ, સિનિયર ઉપાધ્યક્ષ દિલીપભાઈ પટેલ, ગુજરાત પ્રાંત મહિલા મંત્રી તથા ઉપાધ્યક્ષ અક્ષીતાબેન શાહ, મહિલા ઉપાધ્યક્ષ દીપિકાબેન અજમેરી, મહિલામંત્રી મિત્તલબેન ઠક્કર, સહમંત્રી આનંદભાઈ ઠાકોર, કોષાધ્યક્ષ મનીષભાઈ પટેલ, આંતરિક ઓડિટર મંગેશભાઈ, અશ્વિનભાઈ શર્મા એ હાજરી આપેલી છે.
મિટિંગમાં કારોબારીના સભ્યોની કામગીરી બાબતે ચર્ચા, નવા ઝોન બન્યા બાદ બાકી રહેલી સદસ્યતાની ચર્ચા, દસ ઝોન ના કારોબારી બનાવવા માટે યોગ્ય પ્રતિનિધિઓની નિમણુંકની ચર્ચા, સદસ્યતા દરમ્યાન થયેલ કામગીરી ની ચર્ચા તથા કોર્પોરેશન ના શિક્ષકોના પડતર પ્રશ્નો વગેરે મુદ્દાઓ માટે જૂથ ચર્ચા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.