શેર માર્કેટની દુનિયામાં સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ શેર માર્કેટને લઈને અસરકારક કહી શકાય એવી પ્રતિક્રિયા આપી છે. હવે તેમણે ફરિયાદ કરી છે કે, આજની તારીખમાં નાના હોય કે મોટા રોકાણકાર કોઈનું સાંભળતા જ નથી. તે પોતાની મરજી અનુસાર શેરમાં રોકાણ કરી ટ્રેડિંગ કરે છે. ભારતીય શેર માર્કેટ હજું પરિવર્તનના તબક્કામાંથી પસાર થાય છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, રીટેઈલ રોકાણકારોને શું સલાહ આપશે? ત્યારે તેમણે ઘણી વાત કહી હતી.
અહીં કોઈ કોનું માનતા નથી. હું જુન 2020માં બૂમો પાડી પાડીને કહેતો હતો કે શેર ખરીદી લો…શેર ખરીદી લો. પણ કોઈએ મારી વાત જ ન સાંભળી. એ સમયે સાંભળ્યું હોત તો પૈસો પણ બનત અને ફાયદો પણ થાત. મેં મારા મિત્રને પણ કહ્યું હતું કે તે શેર લઈ લે. એ સમયે એણે મને પૂછ્યું કે કેમ? હવે હું કેમ એનો જવાબ ન આપી શકું. અહીંયા ગમે એટલી બૂમો પાડો કોઈ સાંભળનારૂ નથી. લોકો પોતાના મનનું ધાર્યું કરે છે. કોરોના વાયરસની પહેલી વેવ વખતે જો રોકાણકારો પૈસા લગાવત તો આજે એમને મોટો ફાયદો થાય એમ હતો. આ વર્ષે પૈસા ઊભો થઈ ગયો હતો. રૂપિયા બની ગયા હોત. હવે રોકાણકારો એવું પૂછે છે કે, શું શેર માર્કેટમાં ઘટાડો આવવાનો છે? રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે, હજું પણ બજારને લઈને બુલીશ છું. કોઈ મોટી ધોબી પછડાટ લાગે એવી શક્યતાઓ ઓછી છે. જો કોઈ કરેક્શન આવે છે તો રોકાણ માટે એક ચાન્સ હજું રહેશે. ઝુનઝુનવાલાનું માનીએ તો માર્કેટમાં સતત કોઈ ઘટાડો કાયમ માટે રહેતો નથી. તેથી કોઈ મોટી ધોબી પછડાટથી ડરવાની જરૂર નથી.
આ જ માર્કેટ ગત વર્ષે ગગડીને સાડા સાત હજાર પોઈન્ટ સુધી પહોંચ્યું હતું. અત્યારે માર્કેટ સાડા સત્તર હજાર સુધી સપાટી સ્પર્શ કરે છે. હવે અહીંથી માર્કેટ ગગડીને 16000 સુધી જાય છે તો આને કોઈ મોટી પછડાટ ન કહી શકાય. આને તો કરેક્શન કહેવાય છે. શેર માર્કેટમાં એક મજબુતી પાછળ એક ગ્રોથની સ્ટોરી છે. રિટેઈલર્સ રોકાણકારોએ હાલમાં લાંબા સમયનું ધ્યાન રાખીને રોકાણ કરવું જોઈએ. માર્કેટમાં સાઈડવેવ કરેક્શન આવી શકે એમ છે. કોરોના મહામારી એક ફ્લુ સમાન છે. કેન્સર જેવું નથી. ઉલ્લેખનીય છે કે, રાકેશ ઝુનઝુનવાલાને શેર માર્કેટમાં થતા રોકાણનો 40 વર્ષનો અનુભવ છે. જોકે, આવનારા દિવસોમાં માર્કેટ મજબુત રહેવાની આશા વ્યક્ત કરી છે.