ક્રિકેટ ફેંસ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. ઈંગલેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ વર્ષે થનારા એશેઝ પ્રવાસને શરતોની સાથે મંજૂરી આપી છે. ઈંગલેન્ડના ઘણા ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયામાં કડક ક્વોરેન્ટાઈન નિયમો અને 11 અઠવાડીયા સુધી ચાલનારા લાંબા પ્રવાસ ઉપર પરિવારની સાથે લઈ જવાની અનિશ્ચિતતાને જોતા ચિંતા વ્યક્ત કરી હતી. સૌથી પહેલા ઈંગલેન્ડની ટીમના ટેસ્ટ કેપ્ટન જો રૂટે તેને લઈને અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ ટીમના બાકીના ખેલાડીઓએ પણ નિયમોમાં ઢીલ દેવા અને પરિવારની સાથે લઈ જવાની અનુમતિ આપવાની વાત કહી હતી.

ઈસીબીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વર્તમાન અઠવાડીયામાં ઈંગલેન્ડના પુરૂષ એશેઝ પ્રવાસ ઉપર આગળ જવાની ઉત્કૃષ્ટ પ્રગતિ કરી છે. આગળની પ્રગતિ સુવિધાજનક બનાવવા અને ટીમની પસંદગી કરવા માટે અનુમતિ આપવા માટે ઈસીબી બોર્ડે 9 ઓક્ટોબરના રોજ મળેલી બેઠકમાં આગળ વધવા માટે પોતાની મંજૂરી આપી છે.
જો કે, હજુ પણ કેટલાક મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની બાકી છે. જેણે ઈંગલેન્ડના ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ફ્લાઈટમાં ચડતા પહેલા નીપટાવી લેવામાં આવશે. નિવેદનમાં આગળ જણાવ્યું છે કે, આ નિર્ણય અમારી યાત્રા કરતા પહેલા ઘણી મહત્વપૂર્ણ શરતોને પૂર્ણ કરવાને આધીન છે. અમે આવનારા દિવસોમાં આ મામલાઓ નીપટાવવામાં ક્રિકેટ ઓસ્ટ્રેલીયા તરફથી સહાયતાની આશા રાખીએ છીએ.
એશેઝ સીરીઝનો આ છે શેડ્યુઅલ
પહેલો ટેસ્ટ 8થી 12 ડિસેમ્બર – બ્રિસ્બેન
બીજો ટેસ્ટ 16થી 20 ડિસેમ્બર – એડિલેડ
ત્રીજો ટેસ્ટ 26થી 30 ડિસેમ્બર – મેલબર્ન
ચોથો ટેસ્ટ 5થી 9 જાન્યુઆરી – સિડની
પાંચમો ટેસ્ટ 14થી 18 જાન્યુઆરી – પર્થ