ભારતના બંધારણની વાત આવે ત્યારે સામાન્ય રીતે તેની ચર્ચાં માત્ર આરક્ષણ, ડૉ.આંબેડકર જેવા મુદ્દા ઓ સુધી સીમિત થઇ જતી હોય છે. આમ કરીને વાસ્તવમાં આપણે તે મહાન ગ્રંથને અજાણતા પણ અન્યાય કરી બેસીએ છીએ.
આવો અન્યાયકર્યાના લાંછન આપણા પર ફરીવાર ન લાગે તે માટે આજે જાણીએ કે કોઈ
દેશનું બુંધારણ શુ હોય, તે શા માટે હોય, તેની ભૂમિકા
શું હોય?
માનવ સમાજ સમય સાથે સભ્ય થતો ગયો તેમ તેણે પોતાનું નિયમન કરવા માટે નિયમો/કાયદા ઘડવા જરૂરી સમજાયા. અલગ-અલગ ક્ષેત્રોની જરૂરીયાત અનુંસાર તે આવા નિયમો/કાયદા ઘડતો ગયો. દરેક ક્ષેત્રની પોતાની આગવી લાક્ષણીકતાઓ હોવાની. તેથી તે મુજબ ક્ષેત્રે-ક્ષેત્રે કાયદાઓમાં વૈવિધ્યતા હોય તે સ્વાભાવિક છે.
પરંતુ આ વૈવિધ્યતા છતાં તે દરેક ક્ષેત્રના કાયદાઓનેબાંધી રાખતી એક કડી જોઈએ જેઆ કાયદાઓમાં એકરૂપતા લાવે. વૈવિધ્યતામાં પણ એકતા આવશ્યક છે. જેથી સમાજને એક પ્રવાહમાં એક દિશામાં પ્રગતિના પથ પર આગળ વધારી શકાય.
આ એકરૂપતા લાવવી ક્યાંથી ?,
વિચાર જનમ્યો કે આ તમામ ક્ષેત્રોના કાયદાઓને જોડતો એક મોટો કાયદો ઘડીએ. આ મોટો કાયદો એવો હોય કે જે બાકીના તમામ કાયદાઓનું માર્ગદર્શનકરતો હોય. આવો કાયદો એટલેજ બંધારણ.
કોઈ દેશનું બંધારણ એટલે એક સામાન્ય પુસ્તક માત્ર નહિ. આ એક ગ્રુંથ છે જેને દેશનો મૂળભૂત કાયદો ગણવામાં આવે છે. આ કાયદો છે જેના આધાર પર દેશના અન્ય કાયદા ઘડાય. દેશમાં એક પણ એવો કાયદો સંભવી ન શકે કે જે બંધારણની
જોગવાઈઓથી વિપરીત હોય. બંધારણ એ દેશની વ્યવસ્થા માટેના પાયારૂપ સિધ્ધાંતોનું સૂચન કરે, કહો કે દેશની વ્યવસ્થાનોપાયો નાખે.
બંધારણમાં નિર્દિષ્ટ આ સિદ્ધાંત આધારે કાયદા ઘડાય કે જે કાયદાઓ દેશની વ્યવસ્થા માટે મવગતો પૂરુું પાડવાનું કામ કરે. આમ, જો બંધારણ દેશની વ્યવસ્થાનો પાયો છે, તો તેના પર ઊભી થયેલી ઈમારત ઘડવાનું કામ દેશના કાયદા કરશે.
વિચારો, જો પાયો જ કાચો હોય તો? તેજ ડીશાહીન હોય તો? આપ સમજો જ છો કે પાયો કાચો હોય તો ઈમારતનું પતન નિશ્ચિત હોય છે.
દેશનું બંધારણ જો મજબૂત ન હોય તો દેશની વ્યવસ્થા લાંબો સમય ટકી ન શકે, તે થોડા વર્ષોમાં જ ધરાશાયી
થઇ જાય. દેશમાં રહેલ માનવ સમાજ વેરવિખેર થઇ જાય.
બંધારણ મજબૂત હોય પરુંત તેનું માંર્ગદર્શન જો ખોટુ હોય તો? સમાજનેતે નૈતિક-પતન ભણી દોરી જાય.
આ છે બંધારણની ભૂમિકા. આઝાદી બાદ ભારતના બંધારણે આપણી વ્યવસ્થાનો પાયો નાખ્યો અને આજે તે વાતને સિત્તેર વર્ષાથી વધ સમય વીતી ગયો. આજેપણ આ વ્યવસ્થા અકબુંધ છે. આજે પણ ભારતીય સમાજ અનેક વૈવિધ્ય છતાં એક
છે. આ કઈ રીતે થયુ? આ જ છે આપણા બંધારણની મહાનતા. તેની અવનવી વાતો આવતા અંક
ડૉ.વિકલ્પ કોટવાલ