આર્યન ખાન ડ્રગ કેસમાં શનિવારે મોટા વળાંક જોવા મળ્યો છે. કિંગ ખાનના દીકરાએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સામે વધુ એક વાતનો સ્વીકાર કરી લીધો છે. તેમણે કહ્યું હતું કે, હું ચરસનું સેવન કરૂ છું. અરબાઝ મર્ચન્ટ પોતાના બુટમાં 6 ગ્રામ ચરસ છુપાવીને લક્ઝરી ક્રુઝ પર જઈ રહ્યો હતો. જેથી તે ક્રુઝ પર એક શાનદાન પાર્ટી કરી શકે. તા.2 ઑક્ટોબરના રોજ મુંબઈ NCB ટીમે એક ક્રુઝ પર દરોડા પાડ્યા હતા.
ક્રુઝ પર જ્યારે અધિકારીઓએ અરબાઝ મર્ચન્ટની પૂછપરછ કરી ત્યારે કહ્યું હતું કે, એના બુટમાં નાનું પેકેટ પડ્યું છે. જ્યારે અધિકારીઓએ આકરી રીતે પૂછપરછ કરી ત્યાર અરબાઝે પોતે પોતાના બુટમાંથી એક ઝીપ લોક પાઉચ કાઢ્યુ જેમાં ચરસ ભરેલું હતું. અરબાઝે પણ સ્વીકાર કર્યો કે, તે આર્યન ખાન સાથે ચરસનું સેવન કરી રહ્યો હતો. ક્રુઝ પર ધમાલ મચાવવા માટે જઈ રહ્યો હતો. જ્યારે અધિકારીઓએ આર્યન ખાનને પૂછ્યું તો એને પણ આ વાત સ્વીકારી હતી. આ જથ્થો ક્રુઝ પર સ્મોકિંગ કરવા માટે લઈ જવાયો હતો. ક્રુઝ પર પાર્ટી થવાની છે એ વાતની એક ચોક્કસ બાતમી અધિકારીઓને મળી હતી. આર્યન ખાનને જેલના એ બેરેકમાં રાખવામાં આવ્યો છે જેમાં સંજય દત્ત અને અજમલ કસાબને રાખવામાં આવ્યો હતો. બેરેક નં.1માં તમામ આરોપીને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. આર્યન ખાન મુંબઈની સૌથી જુની ગણાતી જેલમાં બંધ છે. વર્ષ 1993માં સંજય દત્તને બોંબ બ્લાસ્ટ કેસમાં આ જ જેલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. એને બેરેક નં.10માં રાખવામાં આવ્યો હતો.