કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે પણ પાર્ટી પ્લોટ કે જાહેર સ્થળ પર થતી મોટી ગરબીના આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. તેમ છતાં રાજ્યના અલગ અલગ શહેરમાં હોલ અને પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ગરબાના આયોજન થઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદમાં આવા જે એક ગેરકાયદે ચાલતા ગરબા આયોજન પર પોલીસે ધોસ બોલવી હતી .અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલ એક બેન્કવેટ હોલમાં ગેટ ટુ ગેધર પાર્ટીના નામે ગરબાનું આયોજન થયું હતું આ અંગેની જાણ પોલીસને થઈ હતી. જે બાદ અમદાવાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ હોલમાં ત્રાટકી હતી અને ગરબા બંધ કરાવ્યા હતા,બાદમાં આયોજક બેક્વેટ હોલના મેનેજર હીરારામ ઉર્ફે હિતેશ શેન,આઈ ફોર ટેકનોલેબના એડમીન લલિત મકવાણા તેમજ હોલ ભાડે રાખનાર રાકેશ યાદવ નામના શખસો વિરુદ્ધ સોલા પોલીસ મથકમાં ગુન્હો નોધી કડક કાર્યવાહી હાથ ધરી હતી.