પાટનગર ગાંધીનગર પાસે આવેલા પેથાપુર પાસે આવેલી એક ગૌશાળા પાસેથી એક બાળક મળી આવ્યું છે. જેને લઈને રાજ્યના ગૃહમંત્રીએ નોંધ લઈને યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપ્યા છે. આ કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકોએ હાલ પેથાપુર પોલીસને આ અંગેની જાણ કરી છે. મોડી રાત્રિના સાડા નવ વાગ્યાના સમયે આ બાળક મળી આવ્યું હતું. શનિવારે 11.00 વાગ્યા સુધી એમના વાલી કોણ છે એની કોઈ પ્રકારની ભાળ મળી નથી.
પેથાપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ચોક પાસે એકથી દોઢ વર્ષના બાળકને મૂકીને કોઈ જતું રહ્યું હતું. જેના કારણે રાજ્યના ગૃહમંત્રીની કચેરી સુધી પડઘા પડ્યા છે. બાળકને કોઇએ ત્યજી દીધું કે, અપહરણ કરેલુ બાળક મૂકીને કોઇ જતું રહ્યું આ અંગે ચર્ચા થઈ છે. જોકે, પોલીસ આ કેસમાં યુદ્ધના ધોરણે પ્રાથમિક તપાસ કરી રહી છે. પેથાપુર પોલીસે સ્વામિનારાયણ મંદિર પહોંચીને બાળકનો કબજો મેળવ્યો હતો. બાળક રાતે દોઢ કલાક જેટલો સમય મંદિરમાં રહ્યું હતુ. બાળકને કોઇ વ્યક્તિ આવીને ત્યાં મુકી ગયું તે આખી ઘટના સીસીટીવીમાં કેદ છે. જેના પરથી પોલીસ આગળ તપાસ કરી રહી છે. દોઢથી બે વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતુ. અહેવાલ વાંચતા કોઇ પણ વાંચકો જો આ બાળકને ઓળખતા હોવ તો અથવા તો એના વાલી અંગે જાણતા હોવ તો 9033865224 પર કોલ કરી શકો છો. આ ઉપરાંત આ સાથે અમે તેની એક તસવીર પોસ્ટ કરેલી છે. પેથાપુર પોલીસ મથકના સંપર્ક નંબર ૬૩૫૯૬૨૪૯૩૯