સૌરાષ્ટ્રના શેરી ગરબા વર્ષોથી વખણાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં જે પરંપરાથી ગરબા થાય છે એમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. ખાસ કરીને કચ્છ અને જામનગરમાં યોજાતા ગરબામાં દાંડિયા તો ઠીક પણ બેડુ, લાકડી, લેઝિમ, મંજીરા અને મશાલ લઈને રાસ રમાવામાં આવે છે. જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં પટેલ યુવક મંડળ સરદાર પટેલ ચોકમાં ચાલતી ગરબી પોતાના પ્રાચીન રાસને કારણે જાણીતી છે. નોરતાના પ્રથમ દિવસે આ ગરબીના ખેલૈયાઓએ સળગતા કપાસીયા પર મશાલ રાસનું રમીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ ગરબી પટેલ યુવક ગરબી મંડળ 70 વર્ષે જૂનુ છે. જેમાં મશાલ રાસ દરમિયાન રમતા ખેલૈયાઓ મસાલમાંથી સળગતા કપાસિયા પર રાસ રમતા યુવકોને પગમાં સુરક્ષા હેતું કોઈ પ્રકારનું ક્રિમ કે વસ્તુ લગાવતા નથી.માતાજી પર શ્રદ્ધા રાખી આસ્થા રાખીને રાસ રમે છે. જ્યારે રાસ રમતી વેળાએ હાથમાં સળગતી મશાલ અને વિવિધ સ્ટેપ લે છે. પટેલ યુવક મંડળનો વિશ્વ પ્રખ્યાત મશાલ રાસ જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે. માત્ર મશાલ રાસ જ નહીં પણ તલવાર રાસ ગુજરાતભરમાં જાણીતો છે. આ વર્ષે એક નવો રાસમાં ઉમેરો કર્યો છે કણબી હુડો. જ્યારે યુવક મંડળમાં સૌથી રમાય છે.