મોરબીના આંગડિયા લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. જુદી જુદી દિશામાં પોલીસે તપાસ લંબાવી હતી. જેમાં દિલ્હીમાં આરોપીઓ છુપાયા હોવાની વિગત સામે આવી હતી. દિલ્હી સુધી પોલીસ તપાસ લંબાવીને અંતે બે આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસથી બચવા માટે આરોપીઓ સુરેન્દ્રનગરના લુણા ગામથી હરિદ્વાર જવા માટે નીકળ્યા હતા. તેઓ દિલ્હીમાં હોવાની એક ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.
દિલ્હીમાં બંને સામે આર્મ એક્ટ અંતર્ગત ગુનો નોંધાયેલો હોવાથી ત્યાં પણ પોલીસે ચોપડે નામ બોલતું હતું. મોરબીના પંચાસર રોડ પર રહેતા વસંતભાઈ બાવરવાને રવાપર ચોકડી નજીક આંતરી બે બાઈકસવારે મરચાની ભૂકી છાંટી બંદુક બતાવીને પૈસા ભરેલા થેલામાંથી રોકડ લૂંટનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ હથિયાર કાઢીને પૈસા લૂંટી લીધા હતા. આ રકમ રૂ 3.90 લાખ કબજે કર્યા છે. આ કેસમાં પોલીસે જુદી જુદી ટીમ બનાવીને તપાસ ચાલું કરી દીધી હતી. આરોપીઓનું પગેરૂ દિલ્હી અને હરિદ્વારમાં ખૂલતા પોલીસ ટુકડી પહોંચી ગઈ હતી. જયદીપ ઉર્ફે લાલો શક્તિ નાનજી પટેલ અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામ બહાદૂર રાજપુત દિલ્હીથી મળી આવ્યા હતા. દિલ્હી લાવ્યા બાદ બન્ને આરોપીને સાંજના સમયે બનાવ સ્થળ પર લઈ જઇ ઘટનાંનું રી કન્સ્ટ્રકશન લગભગ 2000 લોકોની હાજરીમાં થયું હતું