HomeGujaratઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી અભયમ ટીમ

ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી અભયમ ટીમ

મોરબીમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમે એક સરાહનીય કામગીરી કરીને ઘર છોડીને નીકળી ગયેલી મહિલાને તેમના પતિ સાથે ફરી મળાવ્યા હતા.

માહિતી મુજબ, એક સતર્ક નાગરિકે 181 હેલ્પલાઇન પર ફોન કરીને જણાવ્યું હતું કે એક અજાણી મહિલા પોતાના બે બાળકો સાથે લાંબા સમયથી એકલી બેઠી છે અને તેને મદદની જરૂર છે. જાણ થતાં જ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન પટેલ અને પાયલોટ વિરમભાઈ રબારી દ્વારા મહિલાને શાંત પાડીને સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. વાતચીત દરમિયાન મહિલાએ જણાવ્યું કે પતિ ઘરે ન હોવાથી અને સાસુ સાથે મતભેદ થતા તે પોતાના બે બાળકો સાથે ઘરેથી નીકળી ગઈ હતી.

ત્યારબાદ ટીમે મહિલાને સમજાવીને આવી રીતે ઘર છોડવું યોગ્ય નથી તે અંગે માર્ગદર્શન આપ્યું અને તેમની આપેલી માહિતી આધારે તેમના પતિનો સંપર્ક કર્યો હતો. પતિએ જણાવ્યું કે, પત્ની ગુમ થતાં તેમણે આસપાસ શોધખોળ કરી હતી અને પોલીસમાં પણ ગુમ થયાની નોંધ કરાવી હતી, જેના કારણે તેઓ ખૂબ ચિંતિત હતા. અંતે ટીમે બંનેને સમજાવી સમાધાન કરાવ્યું અને મહિલાનું તેમના પતિ સાથે પુનઃમિલન કરાવ્યું હતું. આ મદદ બદલ મહિલાના પતિએ અભયમ ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW