ગુજરાત રાજ્યમાં નવલા નોરતાનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. પાર્ટી પ્લોટના ગરબાના બદલે લોકો શેરી ગરબા અને સોસાયટી ગરબાનો આનંદ લઈ રહ્યા છે. દર વર્ષે ગુજરાતની નવરાત્રીમાં કંઈ અનોખું જોવા મળે છે. દેશભક્તિથી લઈને રાધા કૃષ્ણની થીમ સુધી અનેક પ્રકારના ધાર્મિક આધ્યાત્મિક જોડાણથી નોરતા ઉજવવામાં આવે છે. તો ક્યાંક વર્ષો જૂની પરંપરાઓને ફોલો કરીને ચોક્કસ પ્રકારના રાસ લેવામાં આવે છે.

પણ અમદાવાદની એક ક્રિષ્ના એકેડેમીએ અનોખા ગરબાનો આનંદ માણ્યો છે. મટકી સાથેના ગરબા કરી અનોખું સેલિબ્રેશન કર્યું છે. અમદાવાદની ક્રિષ્ના ગરબા એકેડમીના ગરબા ગ્રુપ એક જ ડ્રેસિંગ, એક સરખા મેકઅપ અને માથે મટકી મૂકીને અલગ અલગ સ્ટાઈલના ગરબા કર્યા છે. આવા અનોખા અને અલગ જ સ્ટેપ સાથેના ગરબામાં યુવક યુવતીઓએ મન મૂકીને તાલ પૂરાવ્યો હતો. સૌથી ખાસ વાત એ છે કે તમામ ખેલૈયાઓએ એક જ પ્રકારના કલર કોસ્ચુયુમ ફોલો કર્યા છે. પાઘડીથી લઈને ચોળી સુધી તમામ કપડાં એક અંશનો પણ તફાવત જોવા મળ્યો નથી.