HomeGujaratSouth Gujaratફાર્મ હાઉસ પર ચાલતી મહેફિલ પર દરોડા, સ્પા સંચાલક 6 યુવતી સહિત...

ફાર્મ હાઉસ પર ચાલતી મહેફિલ પર દરોડા, સ્પા સંચાલક 6 યુવતી સહિત 25ની ધરપકડ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ મોટા પ્રમાણમાં દારૂ મળી આવે છે. ત્યારે આજે આવી જ એક ઘટના બની છે. સુરત જિલ્લાના પલસાણામાં આવેલા એક લક્ઝુરીયસ સોસાયટીમાં મોડીરાત્રીના દારૂની મહેફિલ માણી રહેલા 25 જેટલા લોકોને પોલીસે ધરપકડ કરી છે. તો ઝડપાયેલામાં 6 યુવતીઓ પોતે સ્પા ચલાવતી હોવાનું પણ સામે આવ્યું છે.

સુરત જિલ્લાના પલસાણા ગામે આવેલા અવધ સાંગ્રીલામાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે 6 યુવતી સહિત 25 લોકોની ધરપકડ કરી છે. પોલીસે તમામને ઝડપી લઈ મેડિકલ તપાસ માટે હોસ્પિટલે મોકલ્યાં છે. તો પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ. 1.65 લાખના મોબાઈલ ફોન વાહનો તથા વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની રૂ. 30 હજારની કિંમતની 142 બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 27.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તે પણ ચોંકી ઉઠી હતી. કારણ કે જે યુવતીઓને પોલીસે પકડી હતી તે તમામ યુવતીઓ પોતાના સ્પા ચલાવે છે. ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, આ પાર્ટીમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હતી કે કેમ ? પોલીસે હાલ તો વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW