મહારાષ્ટ્રના ધૂળે, નંદુરબાર, અકોલા, વાશિમ, નાગપુર, પાલઘર એમ છ જિલ્લા પંચાયતની 144 પંચાયત સમિટીની બેઠક પર અને 85 જિલ્લા પરિષદની બેઠક પર થયેલી પેટાચૂંટણી બાદ મતગણતરી શરૂ થઈ હતી. ગુરૂવારે પરિણામ જાહેર થયું હતું. રિપોર્ટ અનુસાર સંઘના ગઢ મનાતા નાગપુરમાં કોંગ્રેસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. જ્યાં જિલ્લા પંચાયતની 16 બેઠકમાંથી કોંગ્રેસના ખાતમાં 9 મોટી બેઠક ગઈ છે. જ્યાં ભાજપને 3, એનસીપીને બે અને અન્યને બે સીટ મળી છે.
મહારાષ્ટ્ની 6 જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર નાગપુરમાં કોંગ્રેસ જયારે પાલઘરમાં શિવસેનાએ બાજી મારી છે. જિલ્લા પંચાયતની 85 બેઠક પર યોજાયેલ ચૂંટણીમાંથી શિવસેના 12 બેઠક,કોંગ્રેસ 17 અને એનસીપી 17 જયારે 23 સીટ પર ભાજપ આગળ રહ્યું છે.અપક્ષના ભાગે 16 સીટ આવી છે.પંચાયત સમિતિની 144 સીટમાં 35 કોંગ્રેસ,ભાજપ ૩૩,શિવસેના 22, એનસીપી 16 જયારે 38 બેઠક પર અપક્ષ વિજેતા બન્યું હતું.
પાલઘરમાં શિવસેનાનો દબદબો જોવાં મળ્યો હતો અહી જિલ્લા પરિષદની 14 બેઠક પર આજે પરિણામ જાહેર થયું હતું.જેમાં 5 બેઠક પર શિવસેના,ભાજપ અને એનસીપીને 4 -4 બેઠક મળી હતી.જયારે માકપાના ખાતામાં માત્ર એક બેઠક જ રહી હતી.પાલઘરમાં ભાજપના સુનીલ માચીએ જીત મેળવી હતી કતોલ તાલુકાના પર્દ્શીલ જીલ્લા પરિષદમાં ભાજપના ઉમેદવાર મીનાક્ષી સારોડે નો વિજય થયો છે.આ સીટ અગાઉ એનસીપી પાસે હતી.
મત ગણતરીની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 3829 કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. મંગળવારે જિલ્લા પંચાયત અને જિલ્લા સમિતીની બેઠકો માટે મતદાન થયું હતું. જિલ્લા પરિષદની બેઠક માટે કુલ 367 ઉમેદવાર અને પંચાયત સમિતીની બેઠક માટે 555 ઉમેદવાર મેદાને ઊતર્યા હતા. જ્યારે નંદુરબારમાં કોંગ્રેસના ઉમેદવારની મોટી જીત થઈ છે. જ્યારે સુલતાનપુર વિસ્તારમાં કોંગ્રેસની વૈશાલી પાટીલે 1352 મતથી સફળતા મેળવી છે. જાવડે તાબો વિસ્તારમાં શાહદા તાલુકમાં કોંગ્રેસની નીમા પાટલેએ 198 મતથી જીત હાંસલ કરી છે. આ સાથે સંગીતા પાટીલને પણ સારી સફળતા પ્રાપ્ત થઈ છે.