ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનામાં થયેલ મોટી રાજકીય ઉથલ પાથલ બાદ અસ્તિત્વમાં આવેલ નવી સરકાર કામ કરતા નિવેદનોને લઈ ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં પોતાના નિવેદનન આપી બેઠા કે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, મંત્રી નવો નવો હોય એટલે ઉત્સાહ હોય પછી ધીમે ધીમે આજુબાજુમાંથી લાફા પડતા જાય એમ ઉત્સાહ ઢળતો જાય. પણ મને વિશ્વાસ છે કે,તમે લાફો નહીં મારો પણ મને શીખવાડશો કે, આવું નહીં આવું કરવું જોઈએ. અહીં તો સારૂ કામ કરવા માટેની વાત છે. કેવી રીતે સારૂ કામ થાય? અમારા પહેલાના જે સિનિયર્સ હતો એમણે એક લેવલ સુધી પહોંચાડ્યું છે. ગુજરાતને એની વાહવાહી છે. અમારી તો અત્યારે શરૂઆત છે.
ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાઓનો આમા સિંહ ફાળો છે. જ્યારે જ્યારે કોરોનાકાળમાં જ્યારે ભાઈ-ભાઈની સાથે ઊભો ન રહે. પતિ -પત્ની સાથે ઊભો ન રહે. મા- બાપ, દીકરા સાથે ઊભા ન રહી શકે, એવા સંજોગોમાં એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એવો છે કે, જે લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી થયો છે. એણે પ્રજાની વચ્ચે રહીને કામ કર્યું છે. સેવા કરી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચમાં તેમણે આ સંબોધન કર્યું હતું. લોકોના કામ માટે ક્યારેય મારો વિસ્તાર મારો વિસ્તાર એવું ન કરવું. હવે ગાંધીનગર આપણે જીત્યું છે. એવું તેમણે ઉમેર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આપણને ઘણી વખત એવું થાય કે, વિદેશીઓ દરેક મામલે આગળ છે. નંબર વન છે. પણ કોરોના કાળમાં સૌથી સારી સેવા ભારત અને ગુજરાતે કરી છે. ગુજરાત એક વિકાસ મોડલ છે. કોર્ટે પણ કહ્યું છે કે, આ મોડલ દરેક રાજ્યએ સ્વીકારવું જોઈએ. કોરોનાકાળમાં ગુજરાતે જે કામગીરી કરી એ શ્રેષ્ઠ હતી. આત્મનિર્ભર બનીને કોરોના કાળમાં સારી એવી કામગીરી થઈ છે. ગુજરાતમાં જ્યારે હિત જોવાનું હોય ત્યારે મારો વિસ્તાર એવું ન જોવાનું હોય.
છેવાડાના માણસનો વિચાર કરવાનો હોય. ઑક્સિજન ક્ષેત્રે ગુજરાત હવે આત્મનિર્ભર થવા માટે જઈ રહ્યું છે. ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પી.એમ.કેયર્સ ફંડમાંથી રૂ.80 લાખના ખર્ચે રૂ.1.87 મેટ્રીક ટન કેપીસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થયું છે. કોરોના વોરિયર્સ અને વેક્સીનેશનમાં પોતાનું યોગદાન આપનારપદાધિકારીઓ–અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.