આઇપીએલ ની સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપરકિંગના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ફરી એક વાત ચર્ચામાં છે. મુદ્દો એ છે કે શું ધોની આવતા વર્ષે થનારી ટુર્નામેન્ટ માં રમશે. સોશિયલ મીડિયા પર આ મામલે અનેક વાત વેહતી થઈ છે. પણ ધોનીએ ચોખવટ કરી દીધી છે કે, તે એક સીઝનમાં પીળી જર્સીમાં મેદાન પર જોવા મળશે. આ ઉપરાંત ધોનીના ચાહકોને એની અંતિમ મેચ જોવાનો લાભ મળશે. જે મેચ ચેપક મેદાનમાં રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમના તમામ ફોરમેટમાંથી નિવૃત લીધા બાદ પણ આઈપીએલમાં પોતાની કપ્તાની,વિકેટ કીપિંગ અને બેટિંગ થી તેના ચાહકોની નજીક હતો જોકે હવે તે આઈપીએલમાંથી પણ સન્યાસ લેવાનો છે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. પણ ધોનીએ પહેલી વખત મંગળવારે એવા સંકેત આપ્યા કે એના સન્યાસ બાજુ ધ્યાન દોરે છે. કારણ કે ચેન્નઈ સુપર કિંગ્સ ની આગામી હરાજીમાં મોટા ફેરફાર ટીમમાં થવાના છે. નવા ખેલાડીઓને પણ તક મળવાના ચાન્સ છે. ધોનીએ કહ્યું કે, જ્યાં સુધી સન્યાસ ની વાત છે તો તમે પણ ચેન્નઈ સુપર કિંગ્સ ની મેચ જોવા આવી શકો જેમાં હું રમતો હોઈશ. જે મારો અંતિમ મેચ હોય શકે છે. વિદાય દેવાનો અવસર પણ મળશે. આશા છે કે હું ચેન્નઈ માંથી રમીશ અને પ્રશંસકોને મળી શકીશ.