નવરાત્રી 9 દિવસોમાં મા દુર્ગા અલગ અલગ નવ રૂપની પૂજા થાય છે. નવરાત્રીના નવ દિવસોમાં ઘર મંદિરમાં રીત રીવાજથી પૂજા પ્રાર્થના કરીને મા ભગવતીના આશીર્વાદ મેળવે છે. નવરાત્રીમાં મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપ માં પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે. પૂજા પાઠ કરવાથી માનસિક શક્તિ અને વિચારમાં શુદ્ધિ આવે છે. દર વર્ષે નવરાત્રી આવવાથી નવી ઉર્જા ની શરુઆત થતી હોઈ એવું માનવામાં આવે છે. નવરાત્રી પછી એક પછી અનેક તેહવારો આવાનું શરૂ થઈ જાય છે.
આ છે 51 શક્તિપીઠ ની વાર્તા
ધાર્મિક કથાઓમાં માતા સતીના પિતાએ ભગવાન શિવનું અપમાન પછી યજ્ઞ કુંડમાં કુદીને જીવ આપી દીધો હતો. આ કારણે ભગવાન શિવ ક્રોધ આવ્યો હતો. માતાના શબને પોતાના ખભા પર ઉપાડીને મહાતાંડવ કરવા લાગ્યા હતા.બ્રહ્માંડ સંકટમાં આવવા લાગ્યું. બ્રહ્માંડને બચવા માટે ભગવાન વિષ્ણુને માતાની શબના ચક્રથી ટુકડા કરી નાખ્યા. માતા સતીનું શરીરના ટુકડા વસ્ત્ર આભુષણ અલગ અલગ જગ્યા પર પડ્યા. જ્યાં શક્તિપીઠ નિર્માણ થવા લાગ્યું. આ શક્તિપીઠ આખા ભારતના ઉપખંડમાં ફેલાયા છે. દેવી પુરણ માં 51 શક્તિપીઠનો ઉલેખ કરવામાં આવ્યો છે.
51 શક્તિપીઠમાંથી 5 શક્તિપીઠ બંગાળના બીરભૂલ જિલ્લામાં સ્થાપિત છે. બાકુલેશ્વર, નાલહટ્ટી, બન્દિકેશ્વરી, ફૂલોરા દેવી અને તારાપીઠ નામથી જાણીતા છે .તારાપીઠ મુખ્ય ધાર્મિક મંદિર અને સિદ્ધ થયેલું મોટું મઠ માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં વીરભૂમ જિલ્લાનું રામપુરહાટથી 8 કિલોમીટર દુર દ્વારકા નદી ઘાટ પાસે મા તારાદેવીનું સિદ્ધ થયેલું મઠ છે. લોકો એવું માને છે કે આ મહાતીર્થમાં માતા સતી પુતળીમાં રહેલી ડાબી આંખનો તારો તૂટી ગયો હતો. એટલે તેને નયન તારા પણ કેહવામાં આવે છે તારાપીઠ મંદિર નામ થી જાણવામાં આવે છે. નવરાત્રી માં 9 દિવસ મોટી સંખ્યા ભક્તો દર્શન માટે આવે છે. નવરાત્રીના 8 માં નોરતે માં તારાની ત્રણ આરતી થાય છે. વર્ષમાં બે વાર આ પ્રકારની મહાઆરતી થાય છે.
દશેરાના બે દિવસ બાદ મા તારાને ગર્ભગૃહની બહાર લાવીને પૂજા કરવામાં આવે છે. આ મંદિરની મન્યતામાં તારાની પૂજા કરવાથી બીમારી દૂર થાય છે. તારાપીઠ તંત્ર સાધનાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે. એટલા માટે નવરાત્રીના 9 દિવસો સાધુ’સંત આવે છે. તારાપીઠ ધામના સ્મશાનને સક્રિયા અને અતિ જીવંત જગ્યા મનાય છે. કારણ મોટાભાગના તંત્ર મંત્રથી ઉપસના કરનારા અહીં પૂજા વિધિ કરવા માટે આવે છે. મંદિર થોડી દૂર બ્રહ્માક્ષી નદીના કિનારા પાસે છે. મહાસ્મશાનમાં વામાખેપા અને એનો શિષ્ય તારાખેપા ની સાધના ભૂમિ છે. આ બંનેની સાધના ભૂમિ હોવાથી તારાપીઠ ને સિદ્ધી પીઠ માનવામાં આવે છે