નવરાત્રીના દિવસોમાં ઘરમાં આ 6 વસ્તુ વસાવાથી દેવીમાંના આર્શીવાદ સાથે મહાલક્ષ્મીની કૃપા રહે છે. કેટલાંક વૃક્ષના મૂળને રાખવાથી પણ અનેક લાભ પ્રાપ્ત થાય છે.
નવરાત્રી આગામી 7 ઓક્ટોમ્બર ગુરૂવારથી શરૂ થય રહી છે. 15 ઓક્ટોમ્બર શુક્રવારના દિવસે સમાપન થશે. નવરાત્રીના દિવસોમાં માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ વખતે બે તીથી એક સાથે હોવાથી નવરાત્રી આઠ દિવસની છે. નવરાત્રીના દિવસોમાં ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. જ્યોતિસ પ્રીતીકા મજમુદારએ આ નવરાત્રી ઉપર ઘરમાં આટલી વસ્તુઓ વસાવાથી દેવીમાંના આર્શીવાદ સાથે મહાલક્ષ્મીની કૃપાનો પણ વરસાદ રહે છે. જેથી ધનની કમી રહેતી નથી.
1.તુલસીનો છોડ
હિન્દુ પરીવારના ઘરના આંગણે આમ તો તુલશીનો છોડ હોય જ છે. છતાં જો તુલસીનો છોડ ઘરના આંગણે ના હોય તો આ નવરાત્રીના દિવસે તુલસીનો છોડ ઘરે વાવી તેની સાળસંભાળ રાખો. તુલસીના છોડ સામે ઘી નો દીવડો પ્રગટાવો. જેથી મહાલક્ષ્મીની કૃપા તમાર પરિવાર ઉપર બની રહે છે. ધનની કમી રહેતી નથી.

2.કેળાનો છોડ
કેળાનો છોડ ઘરે વાવવાથી પરિવારની પરેશાની દુર થાય છે. નવરાત્રીના ૯ દિવસો સુધી કેળાના છોડ ઉપર પાણી ચઢાવું. ગુરુવારના રોજ પાણી સાથે દૂધ કેળાના છોડ ઉપર ચઢાવાથી ધનની કમી દુર થાય છે. મહાલક્ષ્મીજીના આર્શીવાદ પ્રાપ્ત થાય છે.
3.હરસિંગારનો છોડ
નવરાત્રીના દિવસોમાં ઘરે હરસિંગારનો છોડ વાવવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. હરસિંગારના છોડ ને લાલ કપડા સાથે બાંધીને ઘરમાં જે સ્થાન ઉપર ધન રાખવામાં આવ્યું હોય ત્યા રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
4.બર્ગતના પાન
નવરાત્રીના દિવસમાં બર્ગતના પાનને તોડી તેને ગંગાજળથી ધોઈ હળદર અને દેશી ઘી થી સવાસ્થીક બનાવી બર્ગતના પાનને પુજાના સ્થાન ઉપર રાખવું. ૯ દિવસ સુધી તેની પૂજા કરવી. જેથી ઘરમાં તમામ પ્રકારની સમશ્યા દુર થાય જાય છે. લાલ કપડામાં વીટીને દરવર્ષે પૂજાના સ્થાન ઉપર રાખીને પૂજા કરવાથી ધનની કમી દુર થાય છે.