2017 ની વિધાન સભા ચૂંટણીમાં લાંબા સમય બાદ કોંગ્રેસ મજબુત વિપક્ષ બનીને સામે આવ્યું હતું જેના કારણે સતા પક્ષ ભાજપની ઊંઘ પણ ઉડી ગઈ હતી. સરકારની સૌથી ઓછા વિધાનસભ્યો સાથે સરકાર બનાવવી પડી હતી. જે બાદ કોંગ્રેસ પોતાની પકડ ગુમાવવા લાગ્યું ખુદ પોતાના જ ધારાસભ્ય ભાજપ માં ભળી ત્યારબાદની ચૂંટણીમાં કારમી હાર સહન કરવી પડી હતી. ભાજપે સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં મોટાભાગની જિલ્લા અને તાલુકા પંચાયત કબજે કરી હતી તો નગરપાલિકાઓ પણ વધુ મજબૂતી સાથે સતા વાપસી કરી હતી અમુક નગરપાલીકામાં તો વિપક્ષ ખાતુ ખોલાવી શક્યું ન હતું. આ પરિણામથી કોંગ્રેસ કશું શીખ્યું નહી જેના કારણે તાજેતરમાં યોજાયેલ પેટા ચૂટણીમાં પણ વિપક્ષ ગાયબ થઈ ગયું જેનું ઉદાહરણ પાટનગર ગાંધીનગરમાં એમનું પ્રભુત્વ અસરદાર રહ્યું છે. 44માંથી 41 બેઠકો પર મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
બીજી બાજું રાજ્યમાં મજબુત વિપક્ષના દાવા સાથે આવેલ આમ આદમી પાર્ટી સુરત સિવાય અન્ય કોઈ જગ્યાએ સફળ થઈ નથી. ચૂંટણીમાં પણ જોઈએ એવું પ્રદર્શન કરી શકી નથી. ગુજરાત રાજ્યમાં આ જ ચિત્ર લાંબાગાળા સુધી યથાવત રહ્યું તો અગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150ના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરવાનો દાવો કરતું ભાજપ 160 બેઠકો પર સફળતા પ્રાપ્ત કરે તો પણ નવાઈ પામવાં જેવું રહેશે નહી. ગાંધીનગરમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમા ભાજપે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ધોબી પછડાટ મળી છે. ગાંધનગર મહાનગ પાલિકા વિપક્ષ વગરની રહી જવાની. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષમાં છે. પણ હાલમાં સ્થિતિ સાતત્યના અભાવે મરણપથારીએ હોય એવું લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસને મોટી નિષ્ફળતા મળી છે. કોંગ્રેસ પાર્ટી સાત મહિનામાં વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શકી નથી. બીજી તરફ પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં પણ કોઈ સાતત્ય જોવા મળ્યું નથી. જે વિરોધ થાય છે એના કોઈ પડધા પાટનગર સુધી પડતા નથી. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ ખાતું ખોલાવી શકી નથી. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ મેદાન મારી લીધું છે. કોરોનાની મહામારીમાં તથા પાટીદારોની નારાજગી તેમજ અંદરખાને રહેલા અસંતોષ છતાં ભાજપ મજબુત સ્થિતિમાં રહ્યો છે.
ફેબ્રુઆરી મહિનામાં છ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસને કોઈ ધાર્યું પરિણામ મળ્યું નથી. અમદાવાદમાં 25 સીટ, સુરતમાં 0 સીટ, વડોદરામાં 7 સીટ, રાજકોટમાં 4 સીટ, જામનગરમાં 11 સીટ, ભાવનગરમાં 8 સીટ કોંગ્રેસને માંડ મળી છે. જ્યારે સુરત શહેરમાં આમ આદમી પાર્ટીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. હાલ ગુજરાતમાં ગાંધીનગર મહાનગર પાલિકા, ત્રણ નગરપાલિકા અને જિલ્લા તાલુકાની પંચાયત પર ભાજપનો વિજયધ્વજ લહેરાયો છે. 175 બેઠકો પર ભાજપ સફળ પુરવાર થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ 76 ટકા બેઠકો પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. ગાંધીનગર, ઓખા અને થરામાં ભાજપ શાસન પર છે. જ્યારે ભાણવડમાં કોંગ્રેસ સત્તા પર આવી છે.