ભારતના શેર માર્કેટમાં બીગ બુલ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલા આજે અચાનક મોદીની મળવા પહોચી ગયા હતા રાકેશ ઝુનઝુનવાલા સૌથી મોટા રોકાણકાર અને નિષ્ણાંત છે. તેમની પીએમ સાથેની અચાનક થયેલી મુલાકાત સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે આ મુલાકાતને લઈ લોકો અલગ અલગ પ્રકારના તર્ક લગાવી રહ્યા છે. સાવ સામાન્ય માણસની જેમ ઈસ્ત્રી વગરના શર્ટમાં પત્ની રેખા સાથે વડાપ્રધાન ને મળવા માટે પહોચેલા રાકેશનો એક અનોખો અંદાજ જોવા મળ્યો છે. એક રિપોર્ટ અનુસાર આ દંપતી 22300 કરોડ રૂપિયાની સંપતિના માલિક છે.
આ મુલાકાત પરથી એક વાત તો સાબિત થઈ છે કે, કોઈ વ્યક્તિની ઓળખ કપડાથી થતી નથી. દુનિયાના કોઈ પણ શક્તિશાળી માણસને મળવા માટે કપડાંનું ખાસ કોઈ મહત્વ નથી. વાત એ પણ ખરી છે કે તમારી પાસે કરોડો રૂપિયાની નેટવર્થ હોય એટલે આત્મવિશ્વાસ જાતે જ આવી જાય. મંગળવારે રાકેશ અને રેખાએ પીએમ મોદી સાથે એક ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર માર્કેટ ગ્રોથમાં રહ્યું. કોઈએ લખ્યું કે, આને ઈસ્ત્રી અપાવી દો, તો કોઈ એ લખ્યું કે જાણે મોદી પણ આના ફેન હોય એવો પોઝ છે. શેર માર્કેટની દુનિયામાં રાકેશ ઝુનઝુનવાલા એક મોટા રોકાણકાર છે. એમના એક એક નિર્ણય પર દેશના લાખો રોકાણકારની નજર હોય છે. રાકેશ જે શેરમાં હાથ નાખે છે એ સોના જેવડું વળતર આપે છે. એમની સલાહ માની ઘણા લોકો લાખોમાં કમાયા છે. તો કેટલાક એમના નિર્ણયને આકાશવાણી ની જેમ અનુસરે છે. હારુન ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર આ રોકાણકાર ની નેટવર્થ 22300 કરોડ રૂપિયા છે. દેશની દિગ્ગજ કંપનીઓમાં એમની ભાગીદારી છે. વાવડ એવા પણ છે કે તે ટૂંક સમયમાં પોતાની એર લાઇન્સ શરૂ કરવાના પ્લાનમાં છે. પીએમ મોદી એ પણ આ મુલાકાત અંગે એક ટ્વીટ કરીને જાણકારી આપી છે.
રાકેશ અને રેખા સાથેની મુલાકાત બાદ મોદીએ પણ ખુશી વ્યક્ત કરી છે. મોદી એ કહ્યું કે, દેશને લઈને એ ઘણા આશાવાદી માણસ છે. વન એન્ડ ઓન્લી રાકેશ ઝુનઝુનવાલાને મળીને આનંદ થયો. લાઈવલી, ઈનસાઈટફૂલ અને વેરી બુલિશ ઓફ ઈન્ડિયા. થોડા સમય અગાઉ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે રિટેલ રોકાણકારોએ સારા વળતર માટે ભારતમાં રોકાણ કરવું જોઈએ, અમેરિકામાં નહીં.