Thursday, December 12, 2024
HomeNationalભારતીય રેલની આ 150 ટ્રેનનું સંચાલન ખાનગી ઓપરેટરોના હાથમાં

ભારતીય રેલની આ 150 ટ્રેનનું સંચાલન ખાનગી ઓપરેટરોના હાથમાં

Advertisement

ભારતીય રેલવેમાં રોકેટગતીએ કેટલાક વિભાગનું ખાનગીકરણ થઈ રહ્યું છે. રેલ મંત્રાલય તરફથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે 150 નવા રૂટ માટે એક યોજના તૈયાર કરવા માટે આદેશ આપ્યો હતો. જેના પર દુરંતો, તેજસ અને રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેન દોડાવવામાં આવશે. આ તમામ રૂટનું સંચાલન ખાનગી કંપનીઓ કરશે. આ પ્રોજેક્ટેમાં 30થી વધારે ટ્રેન મધ્ય અને પશ્ચિમ રેલવે મુંબઈથી દોડશે. જેનું સંચાલન મુંબઈ-અમદાવાદ અને દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસની જેમ કરવામાં આવશે. આ બંને ટ્રેનને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન ઓપરેટ કરશે.

સુત્રોમાંથી મળતી વિગત અનુસાર આ બેઠકમાં રેલવેના નવા રૂટ અંગે ચર્ચા કરવામાં આવી છે. જે ટૂંક જ સમયમા શરૂ કરવામાં આવશે. ખાનગી સંચાલકો તેમનું ભાડું અને અંદર આપવામાં આવતું ભોજન નક્કી કરી શકશે. જેમાં પ્રવાસીનો સામાન એમના ઘરેથી લાવવાની સુવિધાનો પણ સમાવેશ કરાયો છે. રેલવેના નવા પ્રોજેક્ટ પૈકી નવા રૂટના પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવશે. જેથી તે આગામી સ્ટેશન પર સમયસર પહોંચે અને ત્યાંથી સમયસર રવાના થાય. રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે કહ્યું હતું કે, આ 150 ટ્રેન માટે બોલીની પ્રક્રિયા અનુસરવામાં આવશે. જે માટેની બોલી આગામી મહિને શરૂ થશે. આ પ્રક્રિયાને બે તબક્કામાં પૂરી કરવામાં આવશે. સૌ પ્રથમ ખાનગી સંચાલકોને પ્રાયવેટ બીડ માટે બોલાવવામાં આવશે. ત્યાર બાદ તેમની પાસેથી જરુરી પ્રસ્તાવ મંગાવવામાં આવશે.

એક તબક્કામાં પૂરા છ મહિનાનો સમય લાગી શકે એમ છે. ખાનગી સંચાલકો પાસેથી પ્રસ્તાવ મળ્યા બાદ તેમને સોંપાતા રૂટ અને ટ્રેન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, મુંબઈની ટ્રેન છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનલ, મુંબઈ સેન્ટ્રલ, કુર્લા અને બ્રાંદ્રા ટર્મિનલથી રવાના થશે. નફા અને ગ્રાહકોના ઘસારાને ધ્યાને લઈને ખાનગી ઓપરેટર જરૂરની નિર્ણય મંત્રાલયને જણાવશે. જે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા મોટા ભાગે એટલી મોટી નથી હોતી ત્યાં ફેરફેર કરવામાં મુશ્કેલી ઊભી થશે. જ્યાં એક સમયના અંતે પ્રવાસી ભાડું વધાર્યા વગર પ્રાયવેટ કંપનીઓ માટે પ્રવાસી ટ્રેનનું સંચાલન કરવું થોડું મુશ્કેલી ભર્યું રહેશે. નવી ટ્રેન હાલની રેલવેના રૂટમાં ક્યાંય નહીં લાવવામાં આવશે. આ ટ્રેનનો સમય પણ થોડો અલગ હોવાની આશા છે. આ માટે રેલવે પોતાનું નવું ઉત્પાદન યુનિટ શરૂ કરશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,116FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW