HomeGujaratવિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નર્મદા ઘાટની મુલાકાતે, કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ મુલાકાત...

વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નર્મદા ઘાટની મુલાકાતે, કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે

વડોદરા,રવિવાર

   આગામી સમયમાં PM મોદી દ્વારા નર્મદા ઘાટનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે વિદેશ મંત્રી નર્મદાની મુલાકાતે આવ્યા છે.ત્યારે તેઓ નર્મદા ઘાટની સાથે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે. કેવડિયા ખાતે નર્મદા ઘાટની લોકાર્પણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે,હરિદ્વારમાં હરકીપૌડીની જેમ ગંગા ઘાટ છે. તેવો નર્મદા ઘાટ બનાવવામાં આવ્યો છે. જ્યાં ભક્તો બેસી નર્મદા સ્નાન કરી શકે અને રોજ સાંજે નર્મદા આરતી પણ કરી શકે.

   કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા છે આજે તેઓએ કેવડીયા નજીક આવેલા નિર્માણ પામી રહેલા વિશાળ નર્મદા ઘાટની મુલાકાત લીધી હતી.ઉપરાંત અતિ પ્રાચીન એવા શુલપાણેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી હતી નર્મદા ઘાટ ખાતે થતી આરતી અને ઘાટ અંગે SOUADTGA ના ceo રવિશંકર દ્વારા વિદેશ મંત્રીને માહિતગાર કરાયા હતા.આ પ્રસંગે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ,પોલીસ અધિક્ષક હિમકર સિંહ,અધિક કલેકટર આર.ડી.ભટ્ટ,હિમાંશુ પરીખ,બી.કે.પટેલ,અધિક્ષક ઈજનેર SSNL એમ.એલ.પટેલ , નાયબ કલેકટર નીલેશ દુબે , કુલદીપસિંહ વાળા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા .

વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકર ઘાટની મુલાકાતે આવ્યા છે. કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનીને તૈયાર છે. સુલપણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર છે. 131 મીટર લંબાઈ અને 47 મીટર પહોળો બનાવવામાં આવ્યો છે. શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં ડૉ.એસ.જયશંકર પૂજા અર્ચના કરી હતી.

   ઉલ્લેખનિય છે કે આગામી સમયમાં PM મોદી દ્વારા ઘાટનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વિદેશ મંત્રી નર્મદાની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ નર્મદા ઘાટની સાથે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે.ઉત્તરપ્રદેશ રાજ્યના હરિદ્વાર અને વારાણસીમાં ધાર્મિક સ્થળો છે. ત્યાં એવી રીતની ગંગા મહાઆરતી રોજ થાય છે. એવી નર્મદા આરતી પણ કેવડિયાના ગોરા ઘાટ પર કરાવવાનું આયોજન થઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારનો પ્રવાસન તરીકે વિકાસ થઈ રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW