“દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના વધુ 7 કેસની પુષ્ટિ થઈ છે. મુંબઈના ધારાવીમાં 1 કેસ મળી આવ્યો છે. તાન્ઝાનિયાથી પરત ફરેલી વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રોન વેરિઅન્ટના 7 નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. તેમાંથી ત્રણ કેસ મુંબઈમાં મળી આવ્યા છે. જ્યારે બાકીના અન્ય કેસ પિંપરી ચિંચવડમાં મળી આવ્યા છે. સરકારે કહ્યું છે કે અત્યાર સુધી મળી આવેલા તમામ નવા કેસોમાં મામૂલી લક્ષણો જોવા મળ્યા છે. ભારતમાં પ્રથમ વખત બાળકમાં ઓમિક્રોન ચેપનો કેસ નોંધાયો છે. આ સહિત, ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના 32 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના વધુ એક કેસની પુષ્ટિ થઈ છે. આ મામલો મુંબઈના ધારાવીમાં સામે આવ્યો છે. તાન્ઝાનિયાથી પરત ફરેલી વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ 17 કેસ સામે આવ્યા છે.
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરોલોજી અનુસાર, મહારાષ્ટ્રમાં રવિવારે ઓમિક્રોનના 7 નવા કેસ મળી આવ્યા છે. મુંબઈમાં મળી આવેલા ત્રણ ઓમિક્રોન દર્દીઓની ઉંમર 48 વર્ષ, 25 વર્ષ અને 37 વર્ષ છે. ત્રણેય તાજેતરમાં જ અનુક્રમે તાન્ઝાનિયા, બ્રિટન અને દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. જ્યારે પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં મળી આવેલા ચાર કેસ ઓમિક્રોન સંક્રમિત નાઈજિરિયન મહિલાના સંપર્કમાં આવ્યા હતા.

