HomeGujaratઓનલાઈન છેતરાવવામાં પણ ગુજરાત પહેલા નંબરે, પાંચવર્ષમાં 8300 ટકાનો થયો વધારો

ઓનલાઈન છેતરાવવામાં પણ ગુજરાત પહેલા નંબરે, પાંચવર્ષમાં 8300 ટકાનો થયો વધારો

દેશમાં નોટબંધી અને કોરોના બાદ તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થઈ રહ્યાં છે. ત્યારે ઓનલાઈન છેતરપીંડીના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ઓનલાઈન છેતરપીંડીના કેસોમાં 8300 ટકાનો વધારો થયો હોવાનું રાજ્યનાણામંત્રીએ જણાવ્યું છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

લોકસભામાં સોમવારે એક સવાલના જવાબમાં નાણા રાજ્ય મંત્રીએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ઓનલાઈન છેતરપીંડીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા કેસોમાં 8300 ટકાનો વધારો થયો છે જે ઘણો ચિંતાજનક આંકડો છે. 2016-17માં નાણાકીય ફ્રોડના 55 કેસોમમાં 65 લાખ રૂપિયા, 2020-21માં 4671 કેસોમાં રૂપિયા 13.38 કરોડ રૂપિયાનો ફ્રોડ અને 2020-21મમાં સૌથી વધારે ઓનલાઈન નાણાકીય ફ્રોડના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ડીજિટલ ફ્રોડના 26, 552 કેસો નોંધાયા છે. જ્યારે દિલ્લી, હરિયાણા, તામિલનાડુમાં 5 હજારથી વધારે કેસ છે. તો અંદમાન નિકોબાર, અરૂણાચલ પ્રદેશ, લદ્દાખ, મણિપુર, નાગાલેન્ડમાં 10થી પણ ઓછા ડીજિટલ ફ્રોડના કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW