HomeGujaratકેટરિનાએ સલમાન ખાનને લગ્ન માટે ન બોલાવ્યા? અર્પિતાએ આપ્યો આ મોટો જવાબ

કેટરિનાએ સલમાન ખાનને લગ્ન માટે ન બોલાવ્યા? અર્પિતાએ આપ્યો આ મોટો જવાબ

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફ થોડા જ દિવસમાં પોતાનો સંસાર શરૂ કરવાના છે. જોકે, બંનેમાંથી એક પણ એક્ટરે આ અંગે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. પણ લગ્ન થવાના છે એ વાત દિવસે દિવસે પાક્કી થઈ રહી છે. સોશિયલ મીડિયા પરથી દરરોજ વેન્યુથી લઈને એમાં થનારી ખાસ ઈવેન્ટ અંગે વાવડ મળી રહ્યા છે. જેમાં પ્રસંગમાં ભાગ લેવા માટે કડક નિયમો અને કેવી રીતે વિક્કીએ કેટરિનાને પ્રપોઝ કર્યું એવી અપડેટ મળી રહી છે.

કેટરિના કૈફે સલમાન ખાન અને તેના પરિવારને જયપુરમાં યોજાનારા લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સલમાન અને તેની બહેનને કેટરિનાએ એક ફોર્મલ ઈન્વિટેશન મોકલ્યું છે. રીપોર્ટ અનુસાર સલમાન ખાન, અર્પિતા અને અલવીરા કેટરિનાના લગ્નમાં ખાસ હાજરી આપવાના છે. પણ જ્યારે અર્પિતાનો સંપર્ક કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે એણે આ સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દેતા કહ્યું કે, અત્યાર સુધી તો કોઈ પ્રકારનું આમંત્રણ મળ્યું નથી. એટલે તે લગ્નમાં જવાની નથી. પરિવાર સાથે જોડાયેલા એક સુત્રએ ત્યાં સુધી કહ્યું કે, સલમાન ખાનના પરિવારને કોઈ આમંત્રણ મળ્યું નથી. કેટરિનાના લગ્નનું આમંત્રણ અર્પિતા અને અલવીરાને પણ મળ્યું નથી. આ પરિવાર એમના લગ્ન પ્રસંગમાં ખાસ હાજરી આપશે એ વાવડ ખોટા છે. સલમાન ખાન અને કેટરિના આવનારી ફિલ્મ ટાઈગર 3માં જોવા મળશે. બંનેની પ્રોફેશનલ અને વર્કિંગ રીલેશનશીપ ઘણી મજબુત છે. સલમાન અને કેટરિનાને ખૂબ પસંદ કરી રહ્યો છે. કારણ કે, એક એક્ટ્રેસ તરીકે પણ તે ખૂબ જ સક્રિય છે.

આ અંગે સલમાન ખાન કેટરિનાને શુભેચ્છા પાઠવી શકે છે. લગ્ન બાદ કેટરિના ફિલ્મના શુટિંગ સેટ પર પરત ફરશે. જોકે, આ અંગે વિક્કી કે કેટરીનાએ કોઈ વાત શેર કરી નથી. સોશિયલ મીડિયા ઉપર પણ એના જૂના ફોટો અને ફિલ્મી વીડિયો જોરશોરથી શેર થઈ રહ્યા છે. બોલિવૂડના અનેક કપલ્સે રોયલ વેડિંગ કર્યા છે. જોકે, હવે આ યાદીમાં વધારો થઈ રહ્યો છે. આ પહેલા દીપિકા પાદુકોણ અને રણવીરસિંહના મેરેજની જોરશોરથી ચર્ચા હતી. જ્યારે વિરાટ અને અનુષ્કાના લગ્ન પણ જોરદાર રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW