HomeNationalInter Nationalઓમિક્રોનની દહેશતથી બ્રિટન વર્ક ફ્રોમ હોમ તરફ પાછું ફર્યું : દ.આફ્રિકામાં 18 વર્ષથી...

ઓમિક્રોનની દહેશતથી બ્રિટન વર્ક ફ્રોમ હોમ તરફ પાછું ફર્યું : દ.આફ્રિકામાં 18 વર્ષથી ઉપરના માટે બૂસ્ટર ડોઝને મંજૂરી

લંડન, ગુરુવાર

        કોરોના વાઈરસને કારણે ગત બે વર્ષ સુધી દુનિયાભરમાં મોતનું તાંડવ જોવા મળી રહ્યું છે. કોરોનાના કેસમાં ઘટાડાને કારણે જ્યાં લોકો થોડોક ચેનનો શ્વાસ લઈ રહ્યાહતા, ત્યારે તેના નવા વેરિએન્ટ ઓમિક્રોને નવી મુસીબત પેદા કરી છે. જેને કારણે સ્થિતિ ધીરેધીરે ગંભીર બની રહી છે. આને જોતા ઘણાં દેશો પ્રતિબંધો તરફ પાછા ફરવા લાગ્યા છે. આ કડીમાં બ્રિટન ફરીથી વર્ક ફ્રોમ હોમ શરૂ કરી રહ્યું છે. અહીં સોમવારથી જે પ્રોફેશનમાં શક્ય હશે, ત્યાં વર્ક ફ્રોમ હોમ શરૂ કરવામાં આવશે.

       આ સિવાય બ્રિટનમાં ભીડવાળા વિસ્તારોમાં જવા માટે વેક્સિન પાસપોર્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે લોકોને પોતાની ક્રિસમસ પાર્ટી રદ્દ કરવાની જરૂરત તો નથી, પરંતુ વખતોવખત તપાસ કરાવવી જરૂરી છે. યુકેના વડાપ્રધાન બોરિસ જોનસને બુધવારે આ ઘોષણા કરી છે.

        બીજી તરફ દક્ષિણ આફ્રિકામાં પણ ઓમિક્રોનને નાથવાની કોશિશો શરૂ કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાએ 18 વર્ષથી વધુ વયના લોકો માટે ફાઈઝરની કોરોના સામેની બૂસ્ટર વેક્સિનનને મંજૂરી આપી છે. અહીં રાતોરાત કોરોનાના લગભગ 20 હજાર મામલા સામે આવ્યા, જેમાં મોટાભાગના કેસ ઓમિક્રોનના ચેપના હતા.

       દક્ષિણ આફ્રિકા હેલ્થ ઉત્પાદન ઓથોરિટીએ બુધવારે બાયોએનટેક અને ફાઈઝરની ઘોષણા બાદ ફાઈઝરની કોમિરનેટી કોવિડ-19 વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી છે. નવા વેરિએન્ટ બાદ આશંકા છે કે રસીના બે ડોઝ ઓમિક્રોનથી બચવા માટે પુરતા થઈ શકે તેમ નથી. હવે રસીનો ત્રીજો ડોઝ 18 વર્ષથી વધુ વયના લોકોને બીજા ડોઝના ઓછામાં ઓછા 6 માસ બાદ અથવા 12 વર્ષથી વધુ વયના લોકો માટે બીજા ડોઝના 28 દિવસ બાદ આપી શકાય છે.

        આ નિર્ણય દક્ષિણ આફ્રિકામાં રાતોરાત 19842 કેસના નવા ઉછાળા બાદ લેવામાં આવ્યો છે. હવે નવા 36 દર્દીઓના મૃત્યુની સાથે કુલ મૃતકનો આંકડો 90 હજારને પાર છે. તેમાં 60 ટકાથી વધુ ચેપગ્રસ્ત દેશના આર્થિક કેન્દ્ર ગૌતેંગ પ્રાંતમાંથી હતા. મહત્વપૂર્ણ છે કે દક્ષિણ આફ્રિકા હાલ પોતાના પાંચ સ્તરીય લોકડાઉન રણનીતિના સૌથી નીચલા સ્તરે છે. પરંતુ પરિસ્થિતિઓને જોતા આ લોકડાઉનનું સ્તર વધારવામાં આવે તેવી સંભાવના છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW