મુંબઈ, બુધવાર
આ દિવસોમાં બધાની નજર બોલિવૂડની ખૂબસૂરત દિવા કેટરિના કૈફ અને વિકી કૌશલના ભવ્ય લગ્ન પર છે. સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ રિસોર્ટ બરવારામાં આ કપલના લગ્નની વિધિ ચાલી રહી છે. ચાહકો આ કપલના ભવ્ય લગ્નની એક ઝલક મેળવવા આતુર છે. પરંતુ કપલના લગ્ન પહેલા જ તેમના લગ્નના કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો છે.
કેટરિના અને વિકીએ તેમના લગ્ન સાથે જોડાયેલી દરેક વાતને ગુપ્ત રાખવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ હજુ પણ કેટરિના કૈફની ફેન ક્લબ પર આ કપલના લગ્નના કાર્ડની તસવીર લીક થઈ ગઈ છે.લગ્નના આમંત્રણ કાર્ડ પર વિકી અને કેટરીનાનું નામ લખેલું છે. કપલના કાર્ડને સફેદ, ક્રીમ અને ગોલ્ડન કલરમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. કાર્ડને લગ્ન જેવો રોયલ ટચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે કાર્ડ પર કપલના નામની નીચે લગ્નની તારીખ 9 ડિસેમ્બર લખેલી છે અને સ્થળની જગ્યાએ સિક્સ સેન્સ ફોર્ટ હોટેલ, જ્યાં કપલ લગ્ન કરી રહ્યું છે.

