HomeNationalકાશ્મીરના શોપિયાં સેક્ટરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ.આતંકીઓને ઘેર્યા

કાશ્મીરના શોપિયાં સેક્ટરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ.આતંકીઓને ઘેર્યા

 જમ્મુ-કાશ્મીરના શોપિયા સેક્ટરના ચેક ચોલેન્ડ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. અત્યાર સુધીના સમાચાર મુજબ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે અને બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. સવારથી ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં હજુ સુધી કોઈ આતંકવાદી પકડાયા કે માર્યા ગયાના સમાચાર નથી. સ્થાનિક લોકોને તેમના ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

 માહિતી અનુસાર, ભારતીય સુરક્ષા દળોને બાતમી મળી હતી કે શોપિયા સેક્ટરના ચેક ચોલેન્ડ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે અને કોઈ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. બાતમીના આધારે સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસ સાથે મળીને એક ટીમ બનાવી અને વિસ્તારને ઘેરી લીધો. સુરક્ષા દળોએ આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.

 આતંકીઓના ફાયરિંગ બાદ ભારતીય સુરક્ષાદળોએ ફાયરિંગ કરી દીધું છે. અત્યાર સુધી આ વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાઈને બેઠા છે. અત્યાર સુધીમાં કોઈ પણ આતંકીના માર્યા જવાના સમાચાર નથી. સવારના સમયે થઈ રહેલી આ અથડામણને જોતા સ્થાનીક લોકોને ઘર અને બારીના દરવાજા બંધ રાખવાની અપીલ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW