દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ તેમના પત્ની મધુલિકા રાવત તેમજ અન્ય આર્મીના ઓફિસર સહીત 14 લોકોહેલીકોપ્ટરમાં જતા હતા તે દરમિયાન તમિલનાડુના કુન્નુરમાં બુધવારે બપોરે 12.20 વાગ્યે તેનું હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં CDS બીપીન રાવત તેમના પત્તની સહિત તમામ 13લોકોના મોત નીપજ્યાં છે. રક્ષા સુત્રોના જણાવ્યા પ્રમાણે જનરલ રાવતના મૃત્યુના સમાચારની પુષ્ટી કરી હતી. તે બાદ પ્રધાનમંત્રીએ સુરક્ષા મામલાના કેબિનેટ કમિટી એટલે કે સીસીએસની સાંજે 6.30 વાગ્યે બેઠક બોલાવી હતી .

બુધવારે તમિલનાડુ રાજ્યના કન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ થયું હોવાના સમચાર સામે આવ્યા હતા . હેલિકોપ્ટર એવી રીતે ક્રેશ થયું કે હેલિકોપ્ટરનો કુરચો બોલી ગયો હતો. હેલિકોપ્ટરમાં ચીફ ડિફેન્સ સ્ટાફ(CDS) તથા જનરલ બિપિન રાવત પણ બેઠા હતા. એક રિપોર્ટ મુજબ, જંગલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં હેલીકોપ્ટરમાં સવાર 13 લોકો મૃત્યું થયા છે.
જેમાં હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે બળી ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. નીચે પડતા જ એમાં આગ લાગી ગઈ હતી. જનરલ બિપિન રાવતની સ્થિતિ વિશે કોઈ પ્રકારની હેલ્થલક્ષી અપડેટ મળી નથી. આ હેલિકોપ્ટર સુલૂર એરબેઝથી વેલિંગ્ટન બાજું જઈ રહ્યું હતું એ સમયે આ ઘટના સામે આવી છે. જેમા 14 ટોચના અધિકારીઓ હેલિકોપ્ટરમાં બેઠા હતા. આ ઘટનાની જાણ થતા ડિફેન્સ ટીમ તથા ડોક્ટરોની ટીમ સારવાર હેતું માટે રવાના થઈ ગઈ હતી.
With deep regret, it has now been ascertained that Gen Bipin Rawat, Mrs Madhulika Rawat and 11 other persons on board have died in the unfortunate accident.
— Indian Air Force (@IAF_MCC) December 8, 2021
BREAKING
— DD News (@DDNewslive) December 8, 2021
Indian Air Force Mi-17V5 helicopter, with CDS General #BipinRawat on-board, meets with an accident near Coonoor, Tamil Nadu pic.twitter.com/M1rAxkFKuF
આ સાથે એરફોર્સ સેનાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા ઘટના સ્થળેથી 2 મૃતદેહો મળી આવ્યા છે. જે 80% હેલિકોપ્ટરમાં આગ લાગવાને કારણે સળગી ગયા છે. જનરલ બિપિન રાવત તા.31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખ પદ રહ્યાં. તેમને 1 જાન્યુઆરી 2020ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી મળી.
RIP General Bipin Rawat!
— Lt Gen H S Panag(R) (@rwac48) December 8, 2021
હેલિકોપ્ટરમાં બેઠેલા અધિકારીઓની યાદી
- જનરલ બિપિન રાવત
- મધુલિકા રાવત
- બ્રિગેડિયર એલએસ લિદ્દર
- લે.ક.હરજિંદર સિંહ
- નાયક ગુરુસેવક સિંહ
- નાયક.જીતેન્દ્ર કુમાર
- લાન્સ નાયક વિવેક કુમાર
- લાન્સ નાયક બી.સાઈ તેજા
- હવાલદાર સતપાલ


